Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં અતુલ સોસાયટી સામેના સબ-વેનું શનિવારે લોકાર્પણ

વાપીમાં અતુલ સોસાયટી સામેના સબ-વેનું શનિવારે લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપીના પૂર્વ અને પડ્ઢિમને જોડતા અતુલ સોસાયટી સામેના રેલ્વે સબ-વેનું કામ પૂર્ણ થતા શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. વાપીમાં ટ્રાફિકની ભારે સમસ્યાને ધ્યાને લઈ રાજકીય આગેવાન અને વાપી નગરપાલિકા દ્વારા અતુલ સોસાયટીથી બલિઠા દાંડીવાડ, ચલા, મુક્તાનંદ તરફ જતાં માર્ગ ઉપર જીયુડીસી દ્વારા રૂ. ૨૦ કરોડના ખર્ચે બનાવવાનું કામ વલસાડ રોડના અતુલ સોસાયટીથી બલિઠા દાંડીવાડ સુધીનું બનાવવામાં આવ્યું છે. જે સભ્યોનું તા.૨૧-૨-૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે ગુજરાત રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

 આ પ્રસંગે પ્રેરક તરીકે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.