Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસામાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઈ

સેલવાસામાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે ભવ્ય બાઈક રેલી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૯ ઃ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે શહેરમાં દેશભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું. જયંતિના પૂર્વસંધ્યાઍ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા સેલવાસા શહેરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોઍ ભાગ લીધો હતો.

શહેરના મુખ્ય માર્ગોથી પસાર થયેલી રેલી દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ કી જયના નારા ગૂંજતા રહ્ના હતા. ભાગ લેનારોઍ કેસરિયા ધ્વજ સાથે શિવાજી મહારાજના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમને યાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ  મહેશભાઈ અગરિયા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્ના હતા. તેમની સાથે જયંતિ ઉત્સવ સમિતિના હોદ્દેદારો તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રી  સુનીલ પાટીલ, ભાજપ સેલવાસા શહેર જિલ્લા ઉપપ્રમુખ સુનીલ મહાજન સહિત અન્ય કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. સમિતિના પ્રતિનિધિઓઍ જણાવ્યું હતું કે, જયંતિના અવસર પર વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે, જેથી નવી પેઢીને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને શૌર્યમાંથી પ્રેરણા મળી શકે.