વલસાડ રેલવે પોલીસે ગુમ થયેલો મોબાઈલ ફોન મુસાફરને પરત કર્યો
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને ૅ પ્જ્ઞ્સ્ન્સ્ન્જ્ઞ્ંઁ ર્લ્ીશ્ફૂ ર્લ્દ્દીદ્દજ્ઞ્ંઁ ૅ સાર્થક કરવા સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ રેલવે પોલીસ મથકના પીઆઇ ઍમ બી વસાવા ઍ સૂચના આપતા વલસાડ સ્ટેશન પર આવતા જતા પેસેન્જરની ચીજ વસ્તુઓ ગુમ ન થાય તે માટે પેટ્રોલિંગ રાખવા તેમજ ગુમ થયેલા મોબાઈલ ફોન મુદ્દા માલ શોધી કાઢી માલિકોને પરત આપવાની સૂચના આપી હતી જે સંદર્ભે વલસાડ રેલવે પોલીસ મથકમાં તારીખ ૨૭ /૧૨/ ૨૦૨૫ ના રોજ ફિરોજ મકસુદ અલામનો ૧૫ ૦૦૦ રૂપિયા નો મોબાઈલ ફોન ભીડમાં ગુમ થઈ ગયો હતો. જે અંગે વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના સંદર્ભે રેલ્વે પોલીસે ફિરોઝ મકસુદ આલમ રહે. બિહાર, હાલ રહે. મુંબઇ ને વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઇલ ફોન પરત આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરેલ છે.
