વલસાડ જિલ્લામાં યુથ ઍસેમ્બલી કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૯ ઃ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ ઍસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકશાહી શાસન વ્યવસ્થાના મૂલ્યો યુવા વર્ગમાં વિકસે, મતદાનનું મહત્વ સમજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી માહિતી પ્રા થાય તે છે. યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્ર પ્રત્યે જાગૃતિ વધે તે માટે ગુજરાત રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.
વલસાડ જિલ્લામાં યોજાનાર આ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઇચ્છુક ઉમેદવારો પોતાની અરજી રૂબરૂમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬ જૂની ટેલીફોન ઍક્સચેન્જ ઓફિસ, પહેલો માળ, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ–૩૯૬૦૦૧ ખાતે તા. ૨૬/૦૨/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાની રહેશે.
