Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બરૂમાળ-હનમતમાળ રોડ પર બાઈક ચાલકનું મોત

બરૂમાળ-હનમતમાળ રોડ પર બાઈક ચાલકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુર તાલુકાના બરૂમાળના પાડવી ફળીયા પાસેથી હનમતમાળ તરફ જતાં રોડ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રા માહિતી અનુસાર ફરિયાદી મોહનભાઇ બાળીયાભાઇ રાઉત  રહે. જાંમલીયા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસ તપાસ હાથ ધરાઈ છે. અપઘાતમાં સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજી. નં. ઞ્થ્-૧૫-ઝ઼ણ્-૨૭૨૮ નો ચાલક વિકાસભાઇ નરેશભાઇ જોજર ઉવ. ૧૯, રહે ધામણી, સેગુપાડા ફળીયા પોતાના કબજાની મોટરસાયકલને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામે તરફથી આવતી અપાચી મોટરસાયકલ રજી. નં. ઞ્થ્-૧૫-ઝ઼મ્-૮૫૧૫ સાથે અથડાયો હતો.અકસ્માતમાં ફરિયાદીના ભાઈ અશોકભાઇ બાળીયાભાઇ રાઉતને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. અપાચી મોટરસાયકલના ચાલક ભાવેશભાઇ દિલીપભાઇ રાઉતને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે સ્પલેન્ડર મોટરસાયકલ પર પાછળ બેસેલા સાહિલભાઇ (ઉવ. ૧૭, રહે ધામણી ને જમણા પગમાં ફ્રેક્ચર તથા માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતમાં સ્પલેન્ડર ચાલક વિકાસભાઇ નરેશભાઇ જોજરને પોતાના જમણા પગમાં ફ્રેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ધરમપુર પોલીસે ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથ ધરી છે.