Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અબ્રામાની ડાહીબા સ્વામિનારાણ સ્કુલમાં માતૃ-પિતૃ દિન ઉજવાયો

અબ્રામાની ડાહીબા સ્વામિનારાણ સ્કુલમાં માતૃ-પિતૃ દિન ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૧૯ ઃ  ડાહીબા સ્વામિનારાયણ સ્કૂલ, ધરાનગર, અબ્રામા ની  શ્રી દેવ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ શાળાના સંચાલક  રેખાબેન પટેલ, શાળાના આચાર્યા  ગીતાબેન તથા સમગ્ર શિક્ષકમિત્રો દ્વારા માતૃ-પિતૃ દિન નિમિત્તે ૧૧, ૨૧ અને ૫૧ સૂર્યનમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઍમાં યોગ રાજ્ય પ્રભારી  તનુજાબેન, આઈ. પી. ગાંધી સ્કૂલના શિક્ષક તથા યોગશિક્ષક કિશોરભાઈ, પતંજલિ યોગ સમિતિ વલસાડ ઍ ફરજ બજાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ ના  ધારાસભ્ય  ભરતભાઈ પટેલ મારુતિ વિદ્યાપીઠના ટ્રસ્ટી ભાનુભાઈ શાસ્ત્રી તથા   આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અંડર-૧૯ ના ખેલાડી હેનિલ પટેલ  મેચમાં વિજેતા બન્યા છે તેઓ હાજર રહ્ના હતા. ડાહીબા સ્વામિનારાયણ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓનું સન્માન પરમ પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામીજીઍ અને  ધારાસભ્ય  ભરતભાઈઍ   જણાવ્યું કે આ શાળાના મેદાનમાં રમી ક્રિકેટની રમતમાં જવાની પ્રેરણા મળી હતી તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો. હેનિલ પટેલને શાળાના સમગ્ર શિક્ષકોઍ વિજેતાની શુભેચ્છા પાઠવી હતી. ઍ જ રીતે ધોરણ ૧૦ માં ખ્ ૧ ગ્રેડમાં ૯૮ ટકા  લાવનાર અને વલસાડ જિલ્લામાં શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થી યાદવ રાહુલનું સન્માન શાળાના આચાર્યા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના સંસ્થાપક દેવ સ્વરૂપ સ્વામી, મ ધારાસભ્ય ભરતભાઈ તથા મારુતિ વિદ્યાપીઠના ટ્રસ્ટી ભાનુભાઈ શાસ્ત્રીઍ બાળકોને આશીર્વચન આપ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો અને સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રા કરનારને શાળાના સંસ્થાપક દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના સંચાલક  રેખાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાન તથા શાળાના સમગ્ર પરિવારનો આભાર માન્યો હતો  અને  સોનલબેન ઠાકોર અને ટિવષાબેન પટેલ ઍ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કર્યું હતુ. રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.