રેîટલાવમાં જમીન માપણીમાં અડચણ ઉભી કરનાર સામે પોલીસ ફરિયાદ
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૯ ઃ પારડી તાલુકાના રેંટલાવ ગામે જમીન માપણી માટે આવેલા સીનિયર સર્વેયરને તેમના સરકારી ફરજના કામમાં અડચણ ઊભી કરી ધાક ધમકી આપનાર ઈસમ સામે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે પારડી પોલીસને ફરિયાદ આપનાર કીર્તનકુમાર જીતેન્દ્રભાઇ ગોહિલ ઉ.વ.૩૪ ડી.ઍલ.આર કચેરી વલસાડ સીનિયર સર્વેયર રહે.હાલ નનકવાડા મંગલમુર્તી ફલેટ નં ૧૦૧૧૦૧માં વલસાડ તા.જી.વલસાડ મુળ રહે. બી-૭ શક્તીનાથ ધનેશપાર્ક સો સાયટી ભરુચ તા.જી.ભરૂચ ગઇ તા.૩૧/૦૧/૨૦૨૬ ના રોજ તેમની સાથે સર્વેયર તરીકે ફરજ બજાવતા જયકુમાર, સિંગભાઈ પટેલ ભેગા રેંટલાવ ખાતે આવેલ અરજદાર આકાશભાઇ ભરતભાઇ પટેલની સર્વે નંબર ૧૫ તથા ૧૬ વાળી ખેતીની જમીનને દક્ષિણ બાજુઍ આવેલ લાગુ તમામ સર્વે નંબરમા જમીન માપણી માટે ગયેલ અને ત્યા અરજદાર આકાશભાઈ ભરતભાઈ પટેલ તથા સમીરભાઇ મોહનભાઇ દેસાઈ તથા પ્રશાંત કે.ગાંધી વિવાદીત જમીનને દક્ષિણે લાગુ સર્વે નંબરવાળી જમીનના કબજેદારો હાજર હતા અને બપોરના બારેક વાગ્યાના અરસામા માપણીનુ કામ ચાલુ કરેલ તે વખતે હર્ષીતભાઈ જયંતિભાઇ પ્રજાપતિ રહેવાસી રેંટલાવ જે આ વિવાદીત સર્વે નંબરવાળી મિલ્કતના તથા આજુ બાજુમા આવેલ સર્વે નંબરમા કોઇ પણ પ્રકારના હકદાવો ધરાવતા ન હોય તેઓ ફરિયાદી પાસે આવેલ અને તમો સરકારી કર્મચારીઓ નથી તેમ જણાવી સરકારી કર્મચારી તરીકેની ઓળખ બતાવો તેમ કહી વારંવાર આઇ કાર્ડની માંગણી કરવા લાગેલ જેથી ફરિયાદીઍ પોતે વલસાડ ઝ઼ત્ન્ય્ કચેરીમા સર્વેયર તરીકે ફરજ બજાવીઍ છીઍ અને અહી ફરજના ભાગ રૂપે જ મીન માપણી કરવા સારૂ આવેલ છે, તેમ જણાવી સાથે આવેલ અન્ય બીજા સર્વેયર જયકુમાર જેસિંગભાઇ પટેલે પોતાની પાસેનો આઈ કાર્ડ ત્યા ઉપસ્થિત હર્ષીતભાઈ જયંતિભાઈ પ્રજાપતિને બતાવ્યો અને અરજદાર આકાશ ભરત પટેલની વાંધા અરજીનો નિર્ણય લઇ શકાય તેમ છે. જેથી સરકારી કામગીરી કરવા દો તેવી વાત કરતા આ હર્ષીતભાઇ જયંતિભાઈ પ્રજાપતિ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહીં તમને માપણી નહી કરવા દીધીં અને સરકારી માપણી કરવા સામે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી જેથી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
