વલસાડમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાઈ
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૯ ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ઍસ.ઍસ.સી. ધો. ૧૦ તથા ઍચ.ઍસ.સી. (વિજ્ઞાન પ્રવાહ – પ્રાયોગિક/મુખ્ય અને સામાન્ય -વાહ) ધો.૧૨ની પ્રાયોગિક પરીક્ષાઓ તા. ૦૫/૦૨/૨૦૨૬ થી તા. ૧૬/૦૨/૨૦૨૬ દરમિયાન તથા મુખ્ય (થિયરી) પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ પરીક્ષાઓના સુચારુ, શાંતિપૂર્ણ અને પારદર્શક આયોજન અર્થે તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલના અધ્યક્ષસ્થાને પારડીની બી.આર.જે.પી. હાઈસ્કૂલ ખાતે સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની માર્ગદર્શન મીટિંગ યોજાઈ હતી. તમામ સરકારી પ્રતિનિધિઓને ઝોન કચેરીથી પ્રશ્નપત્ર મેળવવા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ સુરક્ષિત પરત જમા કરાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ભ્ખ્વ્ખ્ ખ્ષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ (ર્ભ્ીષ્ટફૂશ્વ ગ્ંહૃ ખ્્યદ્દત્ર્ફૂઁદ્દર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ ્રૂ ર્વ્શ્વીણૂજ્ઞ્િઁં ખ્ષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ) બાબતે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને અનુકૂળ અને આત્મવિશ્વાસપૂર્ણ વાતાવરણ મળે તે માટે સુવ્યવસ્થિત કરવા સૂચન કરાયું તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આવશ્યક સહાય, તાત્કાલિક આરોગ્ય વ્યવસ્થા તથા કન્ટ્રોલ રૂમ સાથે સતત સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે તમામ કેન્દ્ર સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓને જવાબદારીપૂર્વક, સતર્કતા અને સંકલનભાવથી કામગીરી કરી જિલ્લાના ગૌરવને અનુરૂપ પરીક્ષા આયોજન સુનિડ્ઢિત કરવા અનુરોધ કર્યો હતો.આ મીટિંગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા, ઝોનલ અધિકારી ડૉ. બિપીનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, મનોજભાઈ લિમ્બાચીયા તથા શિક્ષણ નિરીક્ષક આપેક્ષાબેન પટેલ હાજર રહ્નાં હતા.
