માલનપાડા મોડેલ સ્કુલમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૯ ઃ ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રેરિત માતૃભાષા અંતર્ગતઆચાર્ય ડો. વર્ષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ માતૃભાષા મહોત્સવ-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખુશાલભાઈ પટેલને આમંત્રિત કરાયા હતા. વક્તા ડો. આશાબેન ગોહિલ જેઓ મુમ્બાદેવીઆર્ટસ ઍન્ડ ઍસ. આર. ચમારીયાકોમર્સ કોલેજ મોટાપોંઢામાં ગુજરાતી વિષયનાઍસો. પ્રોફેસર તરીકે કાર્યરત છે તેઓ ઉપસ્થિત રહ્ના હતા. બીજા વક્તા તરીકે ડો. મણીબેન નટવર સોલંકી કે જેઓ જે. પી. પારડીવાલાઆર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજ પારડીમાં અધ્યયન કાર્ય કરી રહ્નાં છે તેઓ ઉપસ્થિત રહ્નાં હતાં.
ડો. આશાબેને પોતાના વક્તવ્યમાં ગુજરાતી ભાષાના કવિ પ્રેમાનંદ, દલપતરામ,નર્મદ, ઉમાશંકર જોશી જેવા સાહિત્ય રસિકો વિશે જણાવ્યું. ગુજરાતી ભાષા નો ઇતિહાસ, મહત્વ અને ગુજરાતી ભાષાની મહિમાની વાતો કરી.ડો.મણિબેનસોલંકીઍ પોતાના વકતત્વમાં માતૃભાષામાં ગુજરાતી ભાષાના વૈભવ, બાળકોનાં માનસિક વિકાસ અને જીવન ઘડતર માટે માતૃભાષામાં શિક્ષણની વાત કરી. તેમણે જણાવ્યું કે, આપણા દેશનાંમહાનુભાવો જેમણે માતૃભાષા ગુજરાતીમાં શિક્ષણ લઈ દેશને આગળ લઈ જવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો. આશાબેને જણાવ્યું કે વાતચીતના વ્યવહારમાં મધ્યમ તરીકે ભાષાનું કેટલું મહત્વ છે. ભાષાનું યોગ્ય જ્ઞાન ન હોય તો અર્થ નો અનર્થ થઈ જાય છે ઍ જણાવ્યું. મારા હસ્તાંક્ષર મારી માતૃભાષા અંતર્ગત સૌ ઍ હસ્તાંક્ષરબેનર પર પોતાનાહસ્તાંક્ષર કર્યા અંતે ચા અને અલ્પાહાર દ્વારાકાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરાયો.
