મોગરાવાડી રેલવે ફૂટ ઓવરબ્રીજ બનાવવા પાલિકા ઉપપ્રમુખની સાંસદને રજૂઆત
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ નગરપાલિકા ઉપ્રમુખ અને વિસ્તારના પાલિકા સભ્યોઍ આજરોજ વલસાડના સાંસદને મોગરાવાડી વિસ્તારના હજારો લોકોને વર્ષોથી પડી રહેલી પારાવાર મુશ્કેલી અંગે કાયમી ઉકેલ લાવવા માટે મોગરાવાડી રેલવે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી છે.
વલસાડ નગરપાલિકા ઉપપ્રમુખ અને વોર્ડ નંબર ત્રણના સભ્ય આસુતોષ આર. મિશ્રા( બબલુ) તેમજ વોર્ડ નંબર ત્રણ અને ચારના સભ્યોઍ આજરોજ વલસાડ ડાંગ જિલ્લા સાંસદ અને લોકસભા દંડક ધવલભાઇ પટેલને લેખિત રજૂઆત કરી કે, વલસાડ નગરપાલિકાના મોગરાવાડીના રહીશો અંદાજે ૩૫૦૦૦ થી ૪૦૦૦૦ જેટલા વસવાટ કરે છે.તો બાજુમાં મોગરાવાળી વિસ્તાર આવેલો છે અબ્રામા અને મોગરાવાડી વિસ્તાર ના રહીશો મોગરાવાડી રેલ્વે ગરનાળું નંબર-૩૨૯ માંથી રોજના હજારો લોકોની અવર જવર રાત-દિવસ ચાલુ હોય છે. બાજુમાં આવેલું પારડીસાંઢપોરના લોકોની પણ અવરજવર તરીકે આ ગરનાળાનો ઉપયોગ કરે છે. હાલમાં રેલ્વે આ નાળાના રીપેરીંગ કામ કરવા બાબતે બે થી અઢી મહિના સુધી બંધ કરી દીધેલ હતું. અઢી મહિના ખુલીયા બાદ ઍકદમ હાઈટ નાની કરી દેતાં તેમજ આજુબાજની પહોળાઈ પણ ઘટાડી દેતા રાહદારીઓ વાહન ચાલકોને તકલીફ પડવા લાગી છે. અવરજવરમાં અસર થઈ છે. ચોમાસામાં આ નાળામાં પાણી ભરાય જતાં મહિનામાં ૧૫ થી ૨૦ દિવસ બંધ થઈ જાય છે. પડ્ઢિમ રેલવે દ્વારા કોઈ કામ ન હોય તેમ છતાં પણ આ ગરદાળું બંધ કરી દેતા તેની સીધી અસર વિસ્તારના રહીશો વાહન ચાલકોને શાળા કોલેજના વિદ્યાર્થીઓ નોકરી હતો અને થતી હોય છે. ઈમરજન્સી કેસ હોય તો મોટી સમસ્યા ઊભી થતી હોય છે. મોગરાવાડી વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી વધુ કોંગ્રેસના સભ્યો ચુટાતા આવ્યા છે. ક્યારે વલસાડના સાંસદ ધવલભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મોગરાવાડી વિસ્તાર ના મતદારોઍ તેના પર વિશ્વાસ મૂક્યા બાદ ભાજપ ના આઠ સભ્યો જંગલી બહુમતીથી ચૂંટાયા છે.
મોગરાવાડીનો કાયમ ઉકેલ આવે અને આ તકલીફમાંથી વિસ્તારના રહીશોને રાહત મળે ઍના માટે ફુટઓવર બ્રીજ ની ઍવો હોવો જોઈઍ બાઈક મોપેડ રીક્ષા કે કાર ઍમ્બ્યુલન્સ આરામથી અવરજવર કરી શકે તેઓ ફૂટ ઓવરબ્રીજની માંગણી કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને આપના માધ્યમથી રજૂઆત કરવામાં આવે તો વિસ્તારની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
