Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નારગોલ મિતનવાડામાં આંગણવાડી કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરાયું

નારગોલ મિતનવાડામાં આંગણવાડી કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૭ ઃ નારગોલ ગામના મિતનવાડા ખાતે નવનિર્માણ પામેલ આંગણવાડીના મકાનનું આજરોજ લોકાર્પણ કરાયું હતું.

ઉમરગામ તાલુકાના નારગોલ ગામે મિતનવાડા ફળિયામાં વર્ષો જૂની આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરિત સ્થિતિમાં હતું. ગ્રામ પંચાયત નારગોલ સરપંચ સ્વીટી ભંડારીઍ સરીગામ સ્થિત કેલિબર કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામક કંપનીને ઘ્લ્ય્ અંતર્ગત આંગણવાડીનું નવું મકાન નિર્માણ કરી આપવા માટેની રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં રાખી કેલીપર કંપની દ્વારા મિતનવાડા ફળિયામાં આવેલ જર્જરિત મકાનની જગ્યાઍ નવું સુંદર આધુનિક સગવડતા ધરાવતું મકાન નિર્માણ કરી આપતા હવે મિતનવાડા ફળિયા સ્થિતિ આંગણવાડી કેન્દ્રમાં ભણતા ૪૦ થી વધુ બાળકોને સારી ઉત્તમ સુવિધા મળવા પામી છે. આજરોજ બપોરના ૧૨ઃ૦૦ વાગ્યે કેલિબર કંપનીના ઘ્લ્ય્ હેડ પરવેઝ ડુબાસ, ણ્ય્ મેનેજર આલોક સાહુ, આર્કિટેક તુષાર પટેલ, ણ્ય્ તુષાર યોગેશ હળપતિ, પ્રફુલ પટેલ, સિવિલ કોન્ટ્રાકટર સંદીપભાઈ તેમજ ગામના સરપંચ સ્વીટી ભંડારી, સ્થાનિક વોર્ડ સભ્ય જયેશભાઈ પટેલ, સ્થાનિક આગેવાન ઉપેન મિતના, બદીબેન મીતના, મનિષાબેન પ્રીતમનાની, માજીસરપંચ યતીન ભંડારી, કાંતિલાલ કોટવાલ, ત્ઘ્ઝ઼લ્ વિભાગના સુપરવાઇઝર સરસ્વતીબેન પટેલ, જાગૃતિબેન પટેલ, ગામની વિવિધ આંગણવાડીના કાર્યકરો, ગામના આગેવાનો આંગણવાડી કેન્દ્રના બાળકો વાલીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી. મીતનવાડી આંગણવાડી કેન્દ્રના કાર્યકર દિીબેન પટેલે તિલક કરી સવ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ગામના સરપંચ સ્વીટી ભંડારીઍ ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરી આવકાર્યા હતા. ગામની અંદર સુંદર આંગણવાડીનું મકાન નિર્માણ કરી આપવા બદલ  કેલિબર કંપનીના ઘ્લ્ય્ હેડ પરવેઝ ડુબાસને સરપંચ સ્વીટી ભંડારીઍ સાલ ઓઢાડી ઘ્ખ્ન્ત્ગ્ય્ચ્ કંપનીનો આભાર માન્યો હતો.