Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ભીલાડમાં શ્રીમદ્દ વિજય દેવકીર્તિ સુરીશ્વરજી ગુરુ મહારાજની પધરામણી

ભીલાડમાં શ્રીમદ્દ વિજય દેવકીર્તિ સુરીશ્વરજી ગુરુ મહારાજની પધરામણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૯ ઃ શ્રી જૈનસંઘ ભીલાડમાં શ્રમણ શ્રમણિ સ્થિરવાસ પ્રેરક ભિલાડના જ પનોતા પુત્ર પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજય દેવકીર્તિ સુરીશ્વરજી ગુરુ મહારાજશ્રી ભીલાડ પધાર્યા.જેમનો નગરપ્રવેશ શ્રી સકલ જૈન સંઘ દ્વારા સામૈયા સાથે પ્રેસ્ટિજ ટાવરથી ઢોલ નગારા સાથે કરવામાં આવી હતી.

બાદ જૈન દહેરાસર પ્રાંગણમાં, મહિલાઓઍ કપાળ પર કળશ રાખીને પરિક્રમા કરી. ઉપરાંત શ્રી પાર્શ્વનાથદાદાના દર્શન કરી, ગુરુ મહારાજશ્રીઍ તેમના પ્રવચન ઉપદેશમાં જિન શાસન મહિમાની વિશેષ વાતો વર્ણવી, સંઘના તમામ સભ્યોઍ ગુરુ ચરણે વાક્ષેપ દ્વારા આશીર્વાદ મેળવ્યા હતાં. બાદ સંઘ નવકારશી કરી તુરંત જ દહેરાસરમાં શ્રી જૈન સંઘ દ્વારા આયોજિત સ્નાન મહોત્સવમાં આરતી, મંગલદીપક અને શાંતિસ્નાત્ર કર્યું હતું. શ્રીસંઘ દ્વારા નવી જમીન પર બાંધવામાં આવનાર નવનિર્મિત ઉપાશ્રયના સંપૂર્ણ લાભાર્થી સ્વ.સુમતિબેન ચુનીલાલજી કીતાવતના પરીવારના પદ્માવતીબેન ભરતભાઈઍ ભગવાન અને ગુરુવર દ્વારા આશીર્વાદિત અમૃતધારા વહાવી નવી ભૂમિને શુદ્ધ કરી. ચારેય દિશામાં ગુરુવર દ્વારા પવિત્ર કરાયેલ વાક્ષેપથી ભૂમિને શુદ્ધ કરી. સમગ્ર સંઘે ભક્તોઍ વધામણા કર્યા, મહિમા સાથે ૅકાઉસગૅનો જાપ કરીને ૅજૈનમ જયંતિ શાસનમૅની જ્યોત પ્રગટાવી.