ફણસાની હાઈ.માં બોર્ડના વિદ્યાર્થીઅોને માર્ગદર્શન અપાયું
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ બી.ઍમ.ઍન્ડ બી.ઍફ. વાડિયા હાઇસ્કુલ, ફણસા ખાતે આગામી ફેબ્રુઆરી - માર્ચ ૨૦૨૬ માં બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઍક પ્રેરણાદાયી શુભેચ્છા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જીવનમાં શિક્ષણ અને પરીક્ષાનું ખૂબ જ મહત્વ છે. સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓઍ નિડ્ઢિત ધ્યેય પ્રા કરવા સખત મહેનત અને વ્યવસ્થિત આયોજનની સાથે ભગવાનમાં અતૂટ શ્રધ્ધા રાખવી જોઈઍ. પરીક્ષામાં તણાવ મુક્તિ માટે માર્ગદર્શન તથા પરીક્ષા ખંડમાં રાખવાની સાવચેતીઓ સમય પાલન, પ્રશ્નપત્ર લખવાની કળા વિશે ઝીણવટ ભરી માહિતી શાળાનાં આચાર્ય યતીનકુમાર શાહે આપી હતી. શાળાના સુપરવાઇઝર વર્ષાબેન તથા નિવૃત થનાર શિક્ષિકા ભારતીબેન પટેલે બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવી શાળા અને માતા પિતાનું નામ રોશન કરવા જણાવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના સભ્યો અને કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈઍ વિદ્યાર્થીઓને પરીક્ષાનું મહત્વ અને ઉચ્ચ ટકાવારી મેળવવા માટે ખૂબ જ સરસ માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના ટ્રસ્ટીઓઍ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓઍ તેમના શાળા જીવનની યાદોને કંડારી શકે તે માટે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વર્ગ વાર વિશેષ ફોટો સેશન રાખવામાં આવ્યો હતો. અંતમાં નિવૃત થનાર શિક્ષિકા ભારતીબેન દ્વારા બિસ્કીટ વિતરણ તથા શિક્ષક મિત્રો દ્વારા બોલપેન વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
