Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામ પાલિકા વોર્ડ નં.૫નાં કામરવાડમાં રસ્તો પહોળો કરાયો

ઉમરગામ પાલિકા વોર્ડ નં.૫નાં કામરવાડમાં રસ્તો પહોળો કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૯ ઃ ઉમરગામ પાલિકામાં છેલ્લા અઢી વર્ષના શાસનકાળમાં પાલિકા પ્રમુખ મનીષભાઈ રાય, કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામડી તેમજ ઉપપ્રમુખ જયશ્રીબેન અજયભાઈ માછી અને ઍમની ટીમે પાલિકા ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહા સાથે વહીવટી ક્ષેત્રે યોગ્ય સંકલન કરી સંપૂર્ણ અને સમતલ વિકાસ સાધવામાં સફળતા મળી છે. રોડ, પાણી, લાઈટ અને ગટર જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નોંધપાત્ર કામગીરી કરતા પાલિકાવાસીઓમાં સંતોષની લાગણી છે. તાજેતરમાં જ વોર્ડ નંબર ૫ના અને કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામડીના મતવિસ્તારમાં અંદાજિત ૧૨૦૦ મીટર લંબાઈ ધરાવતા રોડને ૩ મીટરથી પ મીટર પહોળો કરવા માટેની માંગણી કામરવાડ વિસ્તારના રહીશોમાં લાંબા સમયથી ચાલી આવતી હતી. જે માંગણીને કેન્દ્ર સામે રાખી અંકુશભાઈ કામડીઍ પાલિકાના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ફાળવણી કરી અંદાજિત રૂપિયા ૫૦ લાખના ખર્ચે નિર્માણ કરવાની કામગીરીનો પ્રારંભ કરતા કામરવાડ વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. અત્રે નોંધનીય છે કે, વોર્ડ નંબર પાંચમાં માળખાકીય સુવિધાને લગતા રોડ, પાણી, લાઈટ અને ગટરની તેમજ તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે.