ગણદેવીની વેગણિયા નદી બની ‘ઝેરી’
- byDamanganga Times
- 20 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૯ ઃ ગણદેવી શહેરને પીવાનું પાણી પૂરું પાડતી લાઈફ લાઈન સમાન વેગણિયા નદી માં ઍકાઍક કાળા રાતા રંગનું પ્રદૂષિત પાણીનો આવરો આવતા ચકચાર મચી છે. ગણદેવી નગરપાલિકા ઍ બુધવાર સાંજે વેગણિયા નદી પટ માંથી પાણીના સેમ્પલો લઈ પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ ને મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
ચીખલી તાલુકાના અનેક ગામો માંથી વહેતી વેગણિયા નદી ગણદેવી તાલુકા માં અંબિકાનદી દેવધા ડેમ માં ભળે છે. દેવધા ડેમ નાં કેચમેન્ટ વિસ્તારમાં હોવાથી હાલ છલોછલ છે. ગણદેવી નગરના કાજી ઓવરે વેગણિયા નદી ઇન્ટેકવેલ માંથી શહેરભર ને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે દરમિયાન મંગળવારે વેગણિયા નદી નો ઍકાઍક રંગ બદલાયો છે. નદી નાં શુદ્ધ જળ રાતા કાળા રંગમાં પરિવર્તિત થયા છે. જેના કારણ માં નદીના ઉપરવાસમાંથી પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી નો આવરો આવ્યો હતો. નદીમાં ઠેકઠેકાણે માછલાં ઓઍ કૂદાકૂદ કરી મૂકી છે. નદી ઓવરા ઉપર કપડાં ધોવા આવતી પનિહારીઓ ઍ કપડાં ધોવાના ટાળ્યા હતા. પશુપાલકો અને માલધારીઓ ઍ ઢોરો ને નદી ઓવારે પાણી પીવડાવવા નું ટાળ્યું હતું. સમગ્ર ઘટના ની પાલિકા ને જાણ થતાવેંત પાલિકા ચીફ ઓફિસર -ાચી દોશી અને વોટર વર્ક્સ ઍન્જીનીયર ધવલ રાઠોડ મંગળવાર સાંજે વેગણિયા નદી નાં ખડી ખાડી ઓવારે પહોંચ્યા હતા. જ્યાંથી પાણી નાં સેમ્પલો લીધા હતા અને નવસારી પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ ને મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
