પારડીની ઍન.કે. દેસાઈ કોલેજમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૮ ઃ ગુજરાત સાહિત્ય અકાદમી અને ઍન.કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ હેઠળ તા.૧૭ ફેબ્રુઆરીના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના કિરણ પટેલ અને અલ્પાબેન નાયક મોદી અને ડો. અજય પટેલ કવિ તરીકે ઉપસ્થિત રહ્ના હતાં અને પોતાની કવિતાઓ ની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્ના હતાં તેમજ શિક્ષક મિત્રો અને અધ્યાપક મિત્રો પણ ઉપસ્થિત રહ્ના હતા તેમજ પારડી અને વલસાડના પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ માણ્યો હતો. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓઍ પણ પોતાની કવિતાઓની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી હેમંતભાઈ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે ડો. તપનસિંહ પરમાર ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમમાં સંયોજક તરીકે ડો. દિપેશ શાહ અને સંચાલક તરીકે ડો. શિવાની આચાર્યઍ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. શિવાની આચાર્ય અને નીરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટ અને પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખે આયોજક ટીમને અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા તેમજ અકાદમીના મહાપાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ ને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેરણ પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો.
