Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ભીલાડની હોટલમાંથી સાયબર ફ્રોડના આરોપીના આગોતરા જામીન ફગાવાયા

ભીલાડની હોટલમાંથી સાયબર ફ્રોડના આરોપીના આગોતરા જામીન ફગાવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ ભીલાડની હોટલ માંથી હાઈટેક સાયબર ફ્રોડ કરતું કેન્દ્ર ઝડપાયું હતું જે પ્રકરણમાં સંડોવાયેલા આરોપી સની ધર્મેન્દ્ર પાંડેની આગોતરા જામીન અરજી વાપીની થર્ડ ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફગાવી દીધી છે. આ કૌભાંડમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. ગત વર્ષે જૂન મહિનામાં ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસે બાતમીના આધારે ભીલાડ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ હોટલ ક્રિસ્ટલ રેસીડેન્સીમાં દરોડા પાડી ઍક મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. આ કોલ સેન્ટરમાંથી અમેરિકન નાગરિકોને ર્ભ્ીક્કર્ભ્ીશ્ર કંપનીના નામે ખોટા ઓર્ડર પ્લેસ થયા હોવાના ઈ-મેઈલ મોકલી છેતરવામાં આવતા હતા. કૌભાંડીઓ પોતાને ફેડરલ ટ્રેડ કમિશનના અધિકારી તરીકે ઓળખાવી, ધરપકડના વોરંટનો ડર બતાવી હજારો ડોલર પડાવતા હતા. આ કેસમાં આરોપી સની પાંડેઍ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ  રાકેશ ચંપાનેરીયાઍ કોર્ટમાં સચોટ દલીલો અને પુરાવાઓ રજુ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી ગંભીર પ્રકારના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમમાં સંડોવાયેલો છે. તે વિદેશી નંબર મેળવી અમેરિકન નાગરિકોને ધમકાવવાનું કામ કરતો હતો. જો તેને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા ફરાર થઈ શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વાપીના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પુષ્પાબેન સૈનીઍ ચુકાદો આપ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે સાયબર ગુનાઓ સમાજ અને અર્થતંત્ર માટે ખતરારૂપ છે. તપાસ હજુ ચાલુ છે અને આરોપીની ગુનામાં સક્રિય ભૂમિકા જણાતી હોવાથી ન્યાયના હિતમાં તેની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.