ખૂંધમાં વૃદ્ધનો ફોન હેક કરી સાયબર ફ્રોડ ઃ ૩ સામે ફરિયાદ
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૮ ઃ ચીખલી તાલુકા ના ખૂંધગામના ભઠલી ફળિયામાં રહેતા મહમદ અલી કાદિર ભીખન સૈયદ ઉ.વ. ૭૩ જેના મોબાઈલ નંબર ઉપર તારીખ ૩૧. ૧.૨૬ ના રોજ ૧૧ઃ૦૦ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી વોટ્સઍપ નંબર ઉપર મેસેજ કરી આરટીઓનું ઈ ચલણ કરીને ઍપીકે ફાઈલ મોકલાવી રૂપિયા ૩૮૦૦ વાળો મેસેજ કરી મહમદ અલી સૈયદનો વોટ્સઍપ નંબર હેક કરી તથા ફોન હેક કરી બેંક ખાતામાંથી સૌપ્રથમ ૪૬૦૦૦, ૧૫૦૦૦, ૧૬ ૦૦૦ તથા ૨૨૦૦૦ મળી કુલ રૂપિયા ૯૯.૦૦૦ ઉપાડી લઈ આરોપીઍ યસ બેન્ક તથા બેંક ઓફ ઇન્ડિયા ના ખાતામાં જમા કરાવી દઈ મોહમ્મદ અલી સૈયદ સાથે સાઇબર ફ્રોડ થતાં બનાવ અંગેની જાણ ચીખલી પોલીસને કરાતા ચીખલી પોલીસે વોટ્સઍપ નંબર ઉપરથી આરટીઓ ઈ ચલણ મોકલનાર તથા યસ બેન્ક ખાતાધારક અને બેંક ઓફ ઇન્ડિયા ખાતાધારક મળી કુલ ત્રણ શખ્સો સામે ફરિયાદ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ ડીઍસ કોરાટે હાથ ધરી છે.
