વલસાડમાં નાગપુરની ઍજન્સી કચરો ઍકત્ર કરશે રૂ. ૩.૯ કરોડનું ટેન્ડર
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી ડોર ટુ ડોર ધન કચરો ઉચકવા માટે તો થોડા વર્ષ અગાઉ આ જ ટેન્ડર રૂ. ૧.૫૦ કરોડમાં ચાલતો હતો. તેમછતાં પાલિકાના કેટલા સેટિંગ બાદ સભ્યોઍ વલસાડ પાલિકાઍ રૂ. ૪.૫૦ કરોડનો ટેન્ડરની સામે પાલિકાના ૧૮ જેટલા સભ્યોઍ મારે વિરોધ કર્યો હતો. જે બાદ આ ટેન્ડરનો વિવાદ કરતા અંદરો અંદર પાલિકાના સભ્યોમાં ભાવે ખેંચતાણ ચાલી રહી હતી. ત્યાર બાદ પણ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ જેથી વલસાડ વિસ્તારની સ્વચ્છતા સારી રીતે જળવાઈ રહે તેવા શુભ આશયથી વલસાડ નગરપાલિકા વિસ્તારોમાં વોર્ડ નંબર ૧ - ૧૧માં ગાર્બેજ કલેક્શન કલેક્ટ કરવાનું કામ અંગેનું ૧૫મું નાણાપંચ (૨૦૨૧-૨૨) (લ્ભ્ચ્.) અને ૧૫મું નાણાપંચ (૨૦૨૩- ૨૪) (ટાઈડ) ગ્રાન્ટ હેઠળ આયોજન કરી જ.બો.ઠ.નં. ૪૮૦/ તા. ૩૧-૦૭-૨૦૨૫ થી આયોજન કરવા મંજુર થયેલ હતી. ઓનલાઈન ટેન્ડરીંગ(બીજો પ્રયત્ન) કરવામાં આવતા મુદ્દત દરમ્યાન કુલ-૦૨(બે) ટેન્ડરરોના ટેન્ડર આવેલ છે. જે ટેન્ડર ડોક્યુમેન્ટ તા.૦૯-૦૧-૨૦૨૬ના રોજ ખુલ્લામાં આવેલ, જે ખુલ્લા કરેલ ટેન્ડર ડોક્યુમેન્ટોની કન્સ્લટન્ટ દ્વારા ચકાસણી કરતાં ૦૨ (બે)) ટેન્ડર ક્વોલીફાઇડ થયેલ છે જેથી ક્વોલીફાઇડ થયેલ ૦૨ (બે) ટેન્ડરરોના ટેન્ડર ડોક્યુમેન્ટના ઓનલાઈન ટેન્ડર બીડ તા. ૧૬-૦૧-૨૦૨૬ના રોજ ખુલ્લા કરવામાં આવેલ ખુલ્લા કરવામાં આવેલ ટેન્ડરનું તુલનાત્મક પત્રક જોતાં અર્બન ઍન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ, નાગપુરનું ટેન્ડર ઍસ્ટીમેઈટ (ઞ્લ્વ્ સહિત) ની રકમ રૂ.૩, ૦૯, ૭૩,૨૩૨.ના ૪.૫૪ ટકા નીચા ભાવથી આવેલ રકમ રૂ.૨, ૯૫, ૬૭,૦૪૮.૦૫ પુરાનું ટેન્ડર આવેલ છે. જે બાદ સદર ઍજન્સીને તા.૧૯/૦૧/૨૦૨૬ ના રોજ રૂબરૂ રેટ ઍનાલીસીસ સાથે ખોલવામાં આવ્યા હતા.જે બાદ સદર ઍજન્સીઍ રેટ ઍનાલીસીસ તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ અંગ ની કચેરીઍ રજુ કરેલ છે જે ઓનલાઈન ટેન્ડરમાં આવેલ ઍજન્સી અર્બન ઍન્વાયરી વેસ્ટ મેનેજમેન્ટ, નાગપુરનાં નીચા ભાવ મંજુર કરવા માટે નગરપાલિકા ના કારોબારી ચેરમેન સભ્યોઍ સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
