ઉપસળમાં શેરડીના મજુર પર દીપડાનો હુમલો
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૧૮ ઃ વાંસદા તાલુકાના ઉપસળગામે ફરી ઍકવાર દીપડાના આતંકે ગ્રામજનોમાં દહેશત ફેલાવી દીધી છે. મળતી માહિતી મુજબ મહુવા સુગર સાથે સંકળાયેલા મુકાદમ પ્રકાશભાઈ શુક્કરભાઈના મજૂર પર દીપડાઍ અચાનક હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મુજબ, મજૂર ખેતર વિસ્તારમાં પોતાના રોજિંદા કામકાજ દરમિયાન હાજર હતો, ત્યારે ઝાડીઓમાંથી બહાર આવેલા દીપડાઍ અચાનક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મજૂરને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકો અને સાથી મજરો દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડીને ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી ઉપસળ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા સમયથી દીપડાની હલચલ વધી હોવાની ચર્ચાઓ વચ્ચે ગ્રામજનો દ્વારા વન વિભાગ અને સ્થાનિક તંત્ર સામે સુરક્ષા અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્ના છે. ગ્રામજનોની માંગ છે કે, વન વિભાગ દ્વારા તાત્કાલિક પેટ્રોલિંગ વધારવામાં આવે, ટ્રેપ કેમેરા અને પિંજરા ગોઠવી દીપડાને પકડવા કાર્યવાહી કરવામાં આવે તેમજ રાત્રિ દરમિયાન લોકોને સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવે. સ્થાનિક સૂત્રો મુજબ ઘટનાની જાણ થતા વન વિભાગ અને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને વિસ્તારની તપાસ શરૂ કરી છે. હાલ લોકોમાં ભથ હોવાને કારણે સાંજ બાદ બહાર નીકળવામાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.
