Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી હાઈવે બ્રીજ નીચે હેવી પેવરબ્લોકનો રસ્તો બનાવાયો શા માટે ?

વાપી હાઈવે બ્રીજ નીચે હેવી પેવરબ્લોકનો રસ્તો બનાવાયો શા માટે ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ ઓવરબ્રિજના નીચેના જકશન ઉપર હેવી પેવર બ્લોક લગાવી વહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે આ બ્રિજના નીચેના જંકશન ઉપર પેવર બ્લોક લગાવાયા બાદ આડેધડ વહન પાર્કિંગને લઇ ટ્રાફિકની સમસ્યા ઉભી થવા પામી છે. જોકે આ અંગે વાપી નોટિફાઇડ વિભાગનું વહીવટી તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ સક્રિય બને તો ટ્રાફિકની સમસ્યા હળવી બને  શકે છે. 

પ્રા વિગત મુજબ વાપીમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન અને તેમની ટીમ તેમજ હાઈવે ઓથોરિટી દ્વારા ચર્ચા વિચારણા કરી વાપીથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ પેપી લોન હોટલ સામેના બ્રિજ નીચેથી ત્રણ સ્થળે ઍટલે કે મુખ્ય ચાર રસ્તા તેમજ જીવનદીપ હોસ્પિટલ અને સેન્ટર હોટલ સામેના માર્ગના જકશનમાં રસ્તો ખરાબ થઈ જવાના તેમજ મોટા મોટા ખાડા પડવાને લઇ વાહન ચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ અહીં હેવી પેવર બ્લોક  લગાવવા માટે વાપી નોટિફાઇડ બોર્ડ તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા લગાવવામાં આવી રહ્ના છે પરંતુ ખાસ કરીને આ ત્રણે સ્થળે ખાનગી વાહન ચાલકો તેમજ ટ્રાવેલર્સ અને રીક્ષા ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરવાને લઈ અહીં કાયમી ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. જોકે અહીં બ્રિજ નીચે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ કેટલાક નફરત અને અડિયલ કહેવાતા ટ્રાવેલર્સો અને રીક્ષા ચાલકો દ્વારા કાયમી આડેધડ વહન પાર્કિંગ કરવાને લઈ ટ્રાફિકની સમસ્યા ઉભી રહી છે જે અંગે તાત્કાલિક ટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરિટી બોર્ડ અને વાપી નોટિફાઇડ બોર્ડ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર તપાસ કરી આવા બેફામ બનેલા તેમજ આડેધડ પોતાના વાહનો પાર કરી રહેલા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ દુકાનદાર અને વાહન ચાલકો દ્વારા કરાઈ રહી છે.