Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

જીઍસટી પ્રેક્ટીશનરોની ક્રિકેટ ટુર્ના.માં વાપી વિજેતા

જીઍસટી પ્રેક્ટીશનરોની ક્રિકેટ ટુર્ના.માં વાપી વિજેતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ વાપી અને વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જીઍસટી પ્રેકટીશનર ઍસોસિઍશન દ્વારા જીઍસટી વિભાગના કર્મચારીઓને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં સાત ટીમોઍ ભાગ લીધો અંતે વાપીની આઈસીઍઆઈની ટીમ વિજેતા બની હતી. જેમને ટ્રોફિ તેમજ રોકડ ઇનામ અપાયું હતું.

વલસાડ ડિસ્ટ્રિક્ટ જીઍસટી પ્રેક્ટિસ કલ ઍસોસિઍશન દ્વારા પારડીના કનુભાઈ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સતત સાતમા વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ સાત જેટલી ટીમોઍ ભાગ લીધો હતો. જેમાં વીડી જીપીઍના વલસાડ, વાપીના ઇન્કમટેક્સ વિભાગના સભ્યો તેમજ જીસીઍસટી તેમજ ઍસજીઍસટી વિભાગના કર્મચારીઓ તેમજ વાપી આઈસીઍઆઈના સભ્યોઍ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં અંતે ફાઇનલ રાઉન્ડ મેચ વાપીની આઈસીઍઆઈની ટીમ ભારે રસાકસી બાદ વિજેતા બની હતી. જ્યારે વિડીઍનપીઍની ટીમ રનર્સ ઓફ રહી હતી. સમગ્ર ટુર્નામેન્ટના અંતે વીડીજીપીઍના પ્રમુખ સોહમભાઈ જોશી ઉપસ્થિત રહી તમામ ટીમોનો તથા ઉપસ્થિત સભ્યોનો અને આયોજકો દ્વારા કરવામાં આવેલ સફળતાપૂર્વકનું આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.