મોટી તંબાડીમાં હનુમાન મંદિરે ચાંદીના પાંચ મુખનું અનાવરણ કરાયું
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વાપી નજીક આવેલા મોટી તંબાડી ગામના શ્રી પંચમુખી હનુમાન મંદિરમાં ચાંદીના પાંચ મુખના ભવ્ય અનાવરણ સાથે બે દિવસીય મહાયજ્ઞનું ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્ના હતાં. જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
કાર્યક્રમ દરમિયાન વૈદિક વિધિ-વિધાનો સાથે વિશેષ મહાયજ્ઞ યોજાયો હતો. પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. બે દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન વહેલી સવારથી જ ભક્તો દર્શન, પૂજા-અર્ચના અને યજ્ઞમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. ચાંદીના પાંચ મુખના અનાવરણ બાદ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોથી માહોલ વધુ ભાવમય બન્યો હતો.
આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલભાઈ તેમજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સાંસદ કાલાબેન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર ઉપસ્થિત રહ્ના હતાં. મહાનુભાવોઍ મંદિરમાં દર્શન કરી યજ્ઞમાં હાજરી આપી અને આયોજકોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
શ્રદ્ધાળુઓ માટે દિવસભર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોઍ પ્રસાદનો લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા સુવ્યવસ્થિત આયોજનના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ ઍ-૫૫૨ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સ્થાનિક ભક્તોમાં આ કાર્યક્રમને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સમાજમાં ધાર્મિક ભાવનાઓને મજબૂત બનાવે છે.
