વાપી મનપામાં તાલીમ કાર્યક્રમ યોજાયો]
- byDamanganga Times
- 19 February, 2026
વાપી, તા.૧૮ ઃ વાપી મહાનગરપાલિકાના પદ્મશ્રી રજજુશ્રોફ ઓડિટોરિયમ ખાતે મનપાના અધિકારી/કર્મચારીઓ માટે ઍક દિવસીય ર્ઘ્ીર્ષ્ટીણૂજ્ઞ્દ્દક્ક ગ્્યજ્ઞ્શ્રફુજ્ઞ્િઁં નો વર્ક શોપ ઞ્શ્ઝ઼ત્ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ડૉ. આઈ.પી. ગૌતમ, આઈઍઍસ (નિવૃત્ત) ડાયરેક્ટર જનરલ – ગુડી ડૉ. સાસ્વત બંદોપાધ્યાય, પ્રોફેસર સીઈપીટી યુનિવર્સિટી ડૉ. વિજય અનડકટ, સિનિયર ફેલો. ડબલ્યુઆરઆઈ-ઇન્ડિયા દ્વારા વિવિધ વિષયોને આવરી તેઓના અનુભવોના નિચોડ સાથે મનપાના અધિકારી/ કર્મચારીઓને તાલીમ આપી હતી. જેનો મુખ્ય હેતુ નગર સંચાલન અને વિકાસ ક્ષેત્રે કાર્યરત ટીમની કુશળતા, જ્ઞાન અને નવીનતામાં વધારો કરવો. આ કાર્યશાળાનો હેતુ મહા નગરપાલિકાના અધિકારીઓને સક્ષમ બનાવવા અને નાગરિક કેન્દ્રિત તથા ટકાઉ શહેરી વિકાસ માટે પ્રેરિત કરવાનો છે.
