વાપીમાં શનિવારે સ્પંદન દ્વારા ‘દાસ્તાન ગોઈ’ યોજાશે
- byDamanganga Times
- 19 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૮ ઃ ગજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગરનાં સહયોગથી વાપીની સંગીત, કલા અને સંસ્કૃતિને સમર્પિત સંસ્થા ‘સ્પંદન’ ઍ માતૃભાષા દિન તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ શનિવારના રોજ સાંજે ૬ઃ૧૫ કલાકે લાયન્સ ઉપાસના હોલ, ગુંજન વાપી ખાતે ઍક અનોખા કાર્યક્રમ ‘દસ્તાનગોઇ’ – વાર્તા-કથનનું આયોજન કરેલ છે. જેમાં ગુજરાતી ભાષાનાં પ્રસિદ્ધ સાહિત્યકારો – પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, ધુમકેતુ, ચુનીલાલ ચડિયા અને ઉર્વશી શ્રીમાળીની વાર્તાઓનું પઠન રંગભૂમિના જાણીતા કલાકારો ઍમની વિશિષ્ટ શૈલીમાં કરશે. આ કાર્યક્રમને માણવા સ્પંદનનાં સભ્યો તથા વાપીનાં સાહિત્ય-પ્રેમી પ્રજાજનોને સ્પંદન આયોજકો તરફથી હાર્દિક નિમંત્રણ છે. પ્રવેશ નિઃશુલ્ક છે.
