દમણ-દીવના સાંસદે રેલ્વેના અધિકારીઓ સાથે બેઠક યોજી
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૭ ઃ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે ઝોનલ રેલ્વે સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો.સાંસદ ઉમેશ પટેલે ઍક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વિચાર વિમર્શની બેઠક દરમિયાન તેમણે મુસાફરોની સલામતી, મહિલા આરક્ષિત કોચ, ઍસી અને સ્થાનિક નીતિઓ, મહિલા સલામતી અને વાપી, દમણ અને દીવની રેલવેની અવગણના જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ભીલાડ ખાતે ટ્રેન સ્ટોપેજ સહિત રેલવે અધિકારીઓ સાથે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેવી જ રીતે વાપી વીઆઈઍના અગ્રણી ઝેડઆરયુસીસીના સભ્ય જાય કોઠારી દ્વારા બેઠકમાં ભાગ લઈ વાપી રેલ્વે સ્ટેશનની વિવિધ સુવિધાઅોમાં વધારો કરવા અંગે રજૂઆત કરી હતી.
