નાની સરોણનાં તળાવમાં મૃત માછલીથી અનેક તર્કવિતર્ક
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડના નાની સરોણગામે ફુલ બાય મંદિર પાસે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલી મરી જવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. તળાવમાં માછલી મરી જવાની ઘટનામાં જીપીસીબી તપાસ કરે ઍવી ગ્રામજનોની માંગણી છે. વલસાડ તાલુકાના નાની સરોણ ગામના ફુલબાઈ મંદિર ઍક તળાવ આવેલું છે આ તળાવમાં નાની મોટી માછલી ઝીંગા સહિતની માછલીઓ મોટાપ્રમાણમાં છે. આ માછલીઓ આજુબાજુ વિસ્તારના ગરીબ અને અન્ય લોકો પાડી ખાતા હતા. ગઈકાલે મોડી સાંજે કોઈક કેમિકલ યુક્ત પ્રવાહી પાણી તળાવના પાણીમાં ભળી જતા અચાનક અસંખ્ય માછલીઓ મરી કિનારે આવી ચડી હતી. અચાનક માછલીઓ મરી જવાની ઘટના બનતા નબળા કેટલાક લોકો તળાવ પર પહોંચી ગયા હતા. જોકે માછલી મરી જવાનું કારણ ગ્રામજનો જાણી શક્યા ન હતા પરંતુ તળાવમાં કોઈક કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે માછલીઓ મરી ગઈ હોવાની ચર્ચાઓ ગામમાં ઉઠી છે ત્યારે જીપીસીબીની ટીમે મૃત માછલીઓનો તેમજ તળાવના પાણીનું સેમ્પલ લઈ તપાસ કરે તેવી માંગ છે.
