Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાંથી રૂ.૩૦ કરોડનું ઍમડી ડ્રગ્સ પ્રકરણનો વોન્ટેડ આરોપી ઝડપાયો

વાપીમાંથી રૂ.૩૦ કરોડનું ઍમડી ડ્રગ્સ   પ્રકરણનો વોન્ટેડ આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપીના ચલા રોડ ઉપર આવેલ બંગલામાંથી ગેરકાયદે માદક પદાર્થ મેફેડ્રોન ૫.૯ કિલોગ્રામનો જથ્થો તેમજ દમણના બામણપૂજા ના ફાર્મ હાઉસ માંથી ૩૦૦ કિલો કાચો રો મટીરીયલ તેમજ ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. તેનો મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી મેહુલ રાજનેતસિંહ ઠાકુરને ઍટીઍસ પોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી પાડી વાપી કોર્ટમાં રજૂ કરતા ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તા. ૩-૧૦-૨૦૨૫ના રોજ ગુજરાત ઍટીઍસના પીઆઈ કે.વી. દેસાઈ અમદાવાદ અને વલસાડ ઍલસીબી ઍસઓજી પોલીસ તેમજ દમણની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત રીતે વાપીના ચલા રોડ ઉપર આવેલ મોહિત ટાવરની બાજુમાં આવેલ મનોજસિંગ રાજનેતસિંગ પહેલવાન ભૈયા ઠાકુરના બંગલામાંથી ગેરકાયદે બનાવીને ગુજરાત તેમજ મુંબઈમાં સપ્લાય થતો હતો તે માદક પદાર્થ મેફેડોનનો ૫.૯ કિલોગ્રામ નો જથ્થો ઝડપાયો હતો જેની કિંમત રૂ. ૨૯,૫૦,૦૦,૦૦૦ સાથે મોહનલાલ નારાયણલાલ પાલિવાલ પકડાઈ જતા તથા નહીં પકડાયેલા મુખ્ય આરોપી મેહુલ રાજનેતસિંહ ઠાકુર અને વિવેક રાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. આ પ્રકરણમાં અગાઉ ઍટીઍસ પોલીસે વાપીના ચલાથી તૈયાર ઍમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં તેમજ કાચો રો મટીરીયલ લાવી આપવામાં મદદગીરી કરનાર સોનુ જનકરાજ ભારદ્વાજ રહે સરીગામ તેમજ નિલેશ શ્રીધર પાંડે રહે. શ્રીનાથજી નગર, ચલા, વાપીની સલવાવથી અટકાયત કરી હતી. જે ગુનામાં વોન્ટેડ આરોપી તરીકે મુખ્ય મેહુલ રાજનેતસિંહ ઠાકુર રહે. આદર્શ બંગલો ભાગ્યોદય સોસાયટી, ચલા, વાપી -દમણ રોડ, મૂળ રહે. જોનપુર, યુપીનાને ગુજરાત ઍટીઍસ અમદાવાદના પીઆઇ કે. બી. દેસાઈની ટીમે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ત્રણ દિવસ પહેલા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ થી ઝડપી પાડી પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરી ૧૭મી સુધીના ટ્રાન્સફર વોરંટ મેળવ્યા હતા અને તા. ૧૬-૨-૨૦૧૯ને સોમવારના રોજ વાપીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીની કોર્ટમાં આરોપી મેહુલ ઠાકુરને રજૂ કરતા ૧૪ દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરકારી વકીલની ધારદાર રજૂઆત અને પુરાવાઓને જોતા નામદાર કોર્ટના પ્રિન્સિપલ જજ દ્વારા આરોપીને દસ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન આરોપી ને સાથે રાખી સમગ્ર ગેરકાયદે ઍમડી ડ્રગ્સ બનાવવાનું ષડયંત્ર રચના તેમજ તેઓને સાત સહકાર આપનારોને ઝડપી પાડવા માટે ની તપાસ કરવામાં આવશે તેમજ ઍમડી ડ્રગ્સનો જથ્થો કોના દ્વારા કોને કોને પહોંચતો કરતો હતો તે અંગે જાણકારી મેળવી પોલીસ કાર્યવાહી હાથ ધરશે સાથે આજ સુધી પોલીસ પહોંચી બહાર રહેલ ચલાનો બંગલો તેમજ બામણપુંજાનું ફાર્મ હાઉસ તેમજ દમણના રીંગણ વાળાની દુકાનનો મુખ્ય માલિક તેમજ ભરેલા આપનારની પણ તપાસ કરવામાં આવશે.

ઍટીઍસ મેહુલ ઠાકુરના રિમાન્ડ લેશે

વાપી ચલા રોડના મોહિત ટાવરની બાજુમાં આવેલ આરોપી મેહુલના ભાઈ મનોજસિંહ ઠાકુરના બંગલામાંથી આરોપી મોહનલાલ પાલિવાલને ઝડપી પાડ્યા બાદ સાથે રાખી ઍટીઍસ અને સ્થાનિક પોલીસે તપાસ કરતા તેમણે જણાવેલ કે મોટી દમણના થાણાપારડી બામણપૂજાખાતે આવેલ મનોજ સિંગના ફાર્મ હાઉસમાંથી તેમજ દમણ કચીગામ મેન રોડ ઉપર આવેલ રીંગણવાડા ખાતેના તુલસી ઍપાર્ટમેન્ટના ભોંયતળિયા ખાતે આવેલ દુકાન નંબર ૧૪માંથી ઍમડી ડ્રગ્સ બનાવવા માટેનો રો મટીરીયલ તથા સાધનો મળી આવેલ જે કબજે કરેલ તેમજ આ ઍમડી ડ્રગ્સ બનાવવામાં બીજા કોણ કોણ સામેલ છે. તે જાણવા માટે તેમજ ઍમડી ડ્રગ્સનો જથ્થો કોને કોને કઈ કઈ જગ્યાઍ સપ્લાય કરવામાં આવતો હતો અને કયા કયા સાધનો અને વાહનોનો વપરાશ કરાતો હતા.ે તેમજ અન્ય માદક પદાર્થનો જથ્થો છુપાવીને રાખ્યો હોય તે મેળવવા માટે તેમજ ઝડપાયેલા આરોપીઓઍ ઍમડી ડ્રગ્સનું વેચાણ કરી સથાવર કે જંગમ મિલકત વસાવેલ છે કે કેમ તે જાણવા આરોપીઓ આંતર રાજ્ય, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ આપ્યો સાથે કે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેમજ વોન્ટેડ આરોપી મેહુલ આજ સુધી વોન્ટેડ રહ્નાના સમયગાળા દરમિયાન કઈ કઈ જગ્યાઍ રોકાયેલ તેમજ કોણે કોણે તેને આશરો અને મદદગીરી કરી તેમજ તેમણે વાપરેલ હાલનો મોબાઇલ ફોન અને સીમકાર્ડ કેવી રીતે મેળવ્યો તે અંગે જાણકારી મેળવવા તથા અગાઉ આરોપી સામે ઍક્ટ્રોસિટી તથા મારામારી અને હત્યા ના ગુનામાં આજીવન કેદની સજામાંથી મુંબઈ હાઇકોર્ટ માંથી જામીન ઉપર મુક્ત કરેલ છે જેથી આરોપી રીઢો ગુનેગાર હોય ગુના સંબંધે વધુ તપાસ પણ મેળવવા માટે ની તપાસ ઍટીઍસ અને સ્થાનિક પોલીસ સાથે મળી કરશે.