વાંસદાની સરકારી કોલેજના વિદ્યાર્થીઅોઍ જીલ્લા કક્ષાના પ્લેસમેન્ટ કેમ્પનો લાભ લીધો
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૧૭ ઃ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વાંસદા ખાતે કૉલેજની ત્મ્ખ્ઘ્ કમિટી અને આચાર્ય ડૉ. વાય.જે.મિસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ ઉદ્દીશા સેલ ગુજરાત રાજ્ય સરકારના ધ્ઁંરૂશ્રફૂફુફિં ઘ્ંઁસ્ન્ંશ્વદ્દજ્ઞ્્યૃ ંશ્ ઞ્્યસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ (ધ્ઘ્ઞ્) (કેસીજી) અને ઍસ.બી. ગાર્ડા આર્ટસ અને પી.કે.પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરીય પ્લેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લા પ્લેસમેન્ટ કેમ્પમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદાના કુલ ૪૭ જેટલા વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧૦ વિદ્યાર્થીઓને વિવિધ જગ્યાઓ માટે પસંદગી પ્રા થઈ હતી.આ સિદ્ધિ કોલેજ તેમજ વિદ્યાર્થીઓ માટે ગૌરવની બાબત છે.આ સમગ્ર આયોજન આચાર્ય ડૉ.વાય.જે. મિસ્ત્રી ના અને ત્મ્ખ્ઘ્ ના કો.ઓર્ડીનેટ પ્રા.અજીત પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત પ્લેસમેન્ટ કોર્ડિનેટર પ્રા.દિગેશ પવાર અને પ્લેસમેન્ટ ઓફિસર કુ.પાયલ પટેલ,ડૉ.ચારુલતા સિ.ચૌહાણ અને પ્રા.રોનક ગામીત પણ જિલ્લા પ્લેસમેન્ટ કેમ્પમાં સહભાગી બની વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. જિલ્લા સ્તરીય પ્લેસ મેન્ટનાં આયોજનનો ઉદેશ વિદ્યાર્થીઓને રોજગાર માટે નવી તકો મળી રહે તે હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન અને રોજગારના અવસર પ્રા થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
