Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઊંડાચમાં આંગણવાડીના અભાવે ભૂલકાંઓનું ભાવિ જોખમમાં : ભાડાના મકાનમાં ભણવા મજબૂર!

ઊંડાચમાં આંગણવાડીના અભાવે ભૂલકાંઓનું ભાવિ જોખમમાં : ભાડાના મકાનમાં ભણવા મજબૂર!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

અશોક જાશી દ્વારા 

બીલીમોરા, તા. ૧૭ ઃ  ગણદેવી તાલુકાના ઊંડાચ લુહાર ફળિયામાં આંગણવાડીની દુર્દશા અને તંત્રની લાપરવાહીનો ઍક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. સરકાર જ્યારે પાયાનું શિક્ષણ અને ડિજિટલ ઈન્ડિયાની વાતો કરી રહી છે, ત્યારે ઊંડાચના હળપતિવાસ પાસે પાયાની સુવિધાના અભાવે ૧૪ જેટલા નિર્દોષ ભૂલકાઓ ઍક ખાનગી વ્યક્તિના ઘરમાં બેસીને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે.પ્રા વિગતો અનુસાર, ઊંડાચના લુહાર ફળિયા (તરી ફળિયા) વડ પાસે આવેલી આંગણવાડી અત્યંત જર્જરિત હાલતમાં છે. ચોમાસા કે અન્ય ઋતુમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ હોવાથી આંગણવાડીના કાર્યકર બહેન દ્વારા ૧૪ જેટલા નાના બાળકોને હાલમાં ઍક ખાનગી મકાનમાં બેસાડવામાં આવી રહ્ના છે. આડ્ઢર્યની વાત તો ઍ છે કે, જે મકાનમાં બાળકો ભણે છે તેના માલિક હાલ બહારગામ છે અને આંગણવાડી બહેન દ્વારા મકાન માલિકને સ્વખર્ચે કે વ્યવસ્થાના ભાગરૂપે માસિક રૂ. ૫૦૦ આપવાની ચર્ચાઓઍ પણ જોર પકડ્યું છે.વાયરલ વીડિયોમાં થયેલા ખુલાસા મુજબ, જૂની આંગણવાડી જર્જરિત હોવા છતાં નવી આંગણવાડીનું નિર્માણ કાર્ય જગ્યાની અછત અથવા ટેકનિકલ કારણોસર અટવાયેલું હોવાનું સરપંચ દ્વારા જણાવાયું છે. જોકે, સવાલ ઍ ઉઠે છે કે શું તંત્ર પાસે નાના બાળકો માટે ઍક સુરક્ષિત ઓરડો ફાળવવાની પણ સગવડ નથી? ભૂલકાંઓના ભવિષ્ય અને સુરક્ષા સાથે થઈ રહેલા આ ચેડાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. ગ્રામજનોની માંગ છે કે જર્જરિત આંગણવાડીને બદલે તાત્કાલિક નવી સુવિધા સભર આંગણવાડી બનાવવામાં આવે તેમજ જ્યાં સુધી નવી આંગણવાડી બને ત્યાં સુધી બાળકોને ખાનગી ઘરોમાં બેસાડવાને બદલે સરકારી સંકુલ કે સુરક્ષિત જગ્યાઍ વ્યવસ્થા કરવામાં આવે.

સરકાર યોગ્ય જગ્યા માટે પ્રયત્ન કરશે

ઊંડાચ લુહાર ફળિયાની આંગણવાડી અંગે ઉઠેલા સવાલો સામે ત્ઘ્ઝ઼લ્ ગણદેવીના અધિકારી જિગીષાબેને વિગતો આપતા જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ આંગણવાડી માટે ૨૦ હૃ ૩૦ (૬૦૦ ચોરસ ફૂટ) જગ્યા હોવી અનિવાર્ય છે. હાલ જે જગ્યા ઉપલબ્ધ છે તે આ માપદંડમાં ખરી ઉતરતી નથી. ગ્રામ પંચાયતે જે ઠરાવ આપ્યો છે તેમાં લંબાઈ ૩૦ ફૂટ છે પરંતુ પહોળાઈ માત્ર ૧૩.૫ ફૂટ છે, જે ટેકનિકલ રીતે અપૂરતી છે. બાજુમાં રોડ અને ખાનગી માલિકીની જમીન હોવાથી જગ્યા વધારી શકાય તેમ નથી, નિયમ મુજબ આંગણવાડી જે-તે ફળિયાના ૧ કિલોમીટરના વિસ્તારમાં જ બનાવવી પડે છે. આ વિસ્તારમાં હાલ કોઈ સરકારી પડતર જમીન ઉપલબ્ધ નથી.ખાનગી મકાન માટે માસિક રૂ. ૫૦૦ ચૂકવવાની વાત ઍમણે કરેલી હતી, પરંતુ આશા વર્કર બહેને હજુ સુધી કોઈ રકમ ચૂકવી નથી. ગણદેવી મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાંથી ગામની સરકારી જમીનોની વિગતો કઢાવવામાં આવશે અને રૂબરૂમાં સરપંચ, તલાટીને મળીને યોગ્ય જગ્યા શોધવા માટેના પ્રયત્નો તેજ કરવામાં આવશે.

આંગણવાડી માટે જગ્યા અોછી પડતાં સમસ્યા સર્જાઈ

ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડીના પ્રશ્ને સતત પ્રયત્નો કરવામાં આવી રહ્ના હોવાનું જણાવતા સરપંચે સ્પષ્ટતા કરી હતી કે ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડી માટે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યા છે અને તે ચકાસણી માટે પણ મોકલાયા છે. જોકે, ઉપલબ્ધ જગ્યા ઓછી પડતી હોવાનો ટેકનિકલ પ્રશ્ન ઊભો થયો છે.

આંગણવાડીની બાજુમાં આવેલી ખાનગી જમીનના માલિક છે. તેમની સાથે પ્રાથમિક વાતચીત થઈ છે, પરંતુ તેઓ રૂબરૂ આવે ત્યારબાદ જ જમીન અંગે વધુ ચર્ચા કરી આગળની કાર્યવાહી થઈ શકશે. આ આંગણવાડી મૂળ બીજા ફળિયાની છે, જેને સુવિધાના ભાગરૂપે અહીં લાવવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતે હમણાં જ થોડા દિવસ અગાઉ ફરીથી ઠરાવ આપીને વિનંતી કરી છે કે જેટલી જગ્યા ઉપલબ્ધ છે, તેટલી જ જગ્યામાં આંગણવાડીનું નિર્માણ કરી આપવામાં આવે જેથી ભૂલકાઓને હાલાકી ન ભોગવવી પડે.