Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉંટડી શાંતાબેન વિદ્યાભવનમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ઉંટડી શાંતાબેન વિદ્યાભવનમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃવલસાડ ના ઊંટડી ગામમાં આવેલ શાંતાબેન વિદ્યાભવનના હરિનંદન સ્મૃતિ પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના બાળકોઍ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જેમાં લેઝિમ નૃત્ય, મરાઠી નૃત્ય અને યોગ પ્રસ્તુતિઍ સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હતું. ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને તેમજ ચાલુ વર્ષના રમતોત્સવમાં વિજેતા બાળમિત્રોને મેડલ પહેરાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઊંટડી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ કમલેશભાઈ દેસાઈ, ટ્રસ્ટી બીનાબેન દેસાઈ,  વિકેનભાઈ નાયક અને મોટી સંખ્યામાં વાલીમિત્રો ઉપસ્થિત રહ્ના હતા. શાળાના આચાર્યા ભાવનાબેન મિસ્ત્રીઍ આવકાર પ્રવચન આપી શાળાની પ્રવૃતિઓ વિશે વાત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સારસ્વતમિત્રોઍ ખૂબ જ મહેનત કરી હતી. સંસ્થાના પ્રમુખ કમલેશભાઈ દેસાઈઍ શાળાની વિશેષતાની ચર્ચા કરી, બાળપ્રતિભાના વખાણ કર્યા હતા. તેમજ સારસ્વતમિત્રો અને બાળમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.