સેલવાસમાં પેન્શન જાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૭ ઃ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો અને નાના વેપારીઓ માટે સારા સમાચાર છે. સરકાર દ્વારા સામાજિક સુરક્ષા અંતર્ગત વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ૧૮ થી ૪૦ વર્ષની વયના લોકોનું પેન્શન યોજનામાં નોંધણી કરવામાં આવશે. યોજનાના લાભાર્થીઓને ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ દર મહિને ૩૦૦૦ ની નિડ્ઢિત પેન્શન મળશે.
અભિયાનની શરૂઆત સેલવાસ જિલ્લા પંચાયત કચેરીથી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુાઍ જાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
આ રથ ગામે-ગામ ફરીને લોકોને યોજના અંગે માહિતી આપશે અને સ્થળ પર જ નોંધણીની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
દાદરા-દેમણી ગ્રામ પંચાયતમાં પણ નોંધણી કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવરે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. વિકાસ અધિકારી પંકજસિંહ પરમાર અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા.
અધિકારીઓઍ જણાવ્યું હતું કે યુવાન વયથી નિયમિત યોગદાન શરૂ કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પ્રા કરી શકાય છે. અભિયાનના પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં લોકોઍ નોંધણી કરાવી હતી. આ વિશેષ અભિયાન આગામી ૧૫ માર્ચ સુધી ચાલુ રહેશે.
