Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉદવાડા શાંતાબા ઈગ્લીશ મીડિયમ સ્કુલમાં માતૃ-પિતૃ દિવસ ઉજવાયો

ઉદવાડા શાંતાબા ઈગ્લીશ મીડિયમ સ્કુલમાં માતૃ-પિતૃ દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશનમાં આવેલ શાંતાબા ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં માતૃ-પિતૃ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ઉદવાડાના મિનલદીદી અને દિશાદીદી  પધાર્યા હતા કે જેમને બાળકોને પોતાના માતા-પિતાને જીવનમાં સૌપ્રથમ સ્થાન સાથે સ્નેહ, આદર, સન્માન અને પ્રેમ આપવાનું આશીર્વચન આપ્યું હતું બાળકોઍ પોતાના માતા પિતાની પૂજા કરી આરતી ઉતારી આજીવન પ્રેમપૂર્વક સાથે રહેવાના વચન આપ્યા હતા આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી બાળકોને દરરોજ સવારે પોતાના માતા પિતા ને પગે પડી આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય આકાંક્ષા ગાંધીઍ બાળકો અને વાલીઓને અંગ્રેજો જે પ્રથા છોડી ગયા છે વેલેન્ટાઈન ડે ની ઉજવણીની ઍ -થા ને બદલી માતૃ-પિતૃ પૂજન દિવસ ની ઉજવણી કરી, ઍમના પ્રેમ અને બલિદાન બદલ આભાર વ્યક્ત કરી, આરતી અને પૂજા કરવા પ્રોત્સાહિત કર્યા, સાથે બાળકો પાસે પોતાના માતા-પિતાને કદી પણ ઍમને ચિંતા થાય ઍવા કામ ઍવા શબ્દ કે ઍવા પગલાં જીવનમાં આચરણ કરશે નહીં સાથે તેઓ હંમેશા ઍમના જીવન પથ પર ઍમનો હાથ ઝાલીને સાથે જ રહેશે ઍવા વચન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ સાથે શાળાના શિક્ષકોઍ બાળકોને માતૃ-પિતૃ દિવસની શુભકામના આપી હતી.