Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાની ઢોલડુંગરીની સાકાર વાંચન કુટિર મુકામે કારકિર્દી માર્ગદર્શન અપાયું

નાની ઢોલડુંગરીની સાકાર વાંચન કુટિર મુકામે કારકિર્દી માર્ગદર્શન અપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુર તા.ના નાની ઢોલ ડુંગરી સ્થિત સાકાર વાંચન કુટિરમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમના સફળ આયોજનમા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે યોગ્ય દિશા અને માર્ગદર્શન હિમેન ડી. સોલંકી (સંશોધન મ. અધિકારી, વલસાડ) તથા  નિમેષભાઈ ગાંવિત (નાયબ ઓડીટર) ઍ વિવિધ સરકારી તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ઞ્ભ્લ્ઘ્, શ્ભ્લ્ઘ્, બેંકિંગ, રેલવે, પોલીસ તથા અન્ય ભરતી પ્રક્રિયાઓ વિશે વિસ્તૃત માહિતી ૨૫ જેટલા વાચકો -ઈચ્છુકોને આપી હતી. પરીક્ષાની તૈયારી કેવી રીતે શરૂ કરવી, યોગ્ય પુસ્તકોની પસંદગી, સમયનું આયોજન, સિલેબસ મુજબ અભ્યાસ કરવાની રીત, તેમજ મૉક ટેસ્ટનું મહત્વ વગેરે મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા અને સતત મહેનત દ્વારા સફળતા પ્રા કરવા પ્રેરણા આપવામાં આવી હતી.

 કાર્યક્રમનું સફળ આયોજન રૅનબૉના કો. ઓ. શંકરભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, ડૉ. વિરેન્દ્ર ગરાસિયા તથા સાકાર વાંચન કુટિર સંચાલક મિતેશ પટેલે કર્યું હતું.