Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે ઓલિમ્પિયન સર્કસ રંગ જમાવે છે

વાપીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે ઓલિમ્પિયન સર્કસ રંગ જમાવે છે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપી શહેરમાં પ્રથમવાર ઓલિમ્પિયન સર્કસ આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો સાથે જબરદસ્ત સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે. મુકતા માર્ગ પર મહાદેવ મંદિરની બાજુમાં ચલા ખાતે શરુ થયેલા આ સર્કસમાં રશિયા, મંગોલિયા, આફ્રિકા, ઈરાન, નેપાળ, મેક્સિકો, ઈથોપિયા અને ઉઝબેકિસ્તાન સહિતના ૨૪ આંતરરાષ્ટ્રીય કલાકારો વિવિધ પ્રકારના રોમાંચક કરતબો અને હાસ્યરસથી દર્શકોનું મનોરંજન કરી રહ્ના છે. આ સર્કસમાં ઍરિયલ ઍક્ટ, જગલિંગ, લેઝર શો, રિંગ બેલેન્સિંગ, સાઇકલ બેલેન્સિંગ, સ્ટિક બેલેન્સિંગ,હેર હેંગિંગ, રોલા બોલા ઍક્ટ જેવા વિવિધ ઍક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવી રહ્ના છે. સર્કસના આયોજક ધીરેનભાઈ શાહે જણાવ્યું કે, ‘છેલ્લા ૧૦ વર્ષથી સર્કસની પરંપરા બંધ હોવાથી નવી પેઢીને સર્કસ અને તેના કલાકારો પ્રત્યે લાગણી ઓછી થતી જાય છે. ત્યારે આ આયોજન મધુભાઈ બલર, મહેન્દ્રભાઈ શાહ અને ધીરેનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. દર્શકો માટે રોજ બે શો રાખવામાં આવ્યા છે, જેના સમય સાંજે ૬ થી ૯ નો છે જયારે શનિ-રવિઍ ત્રણ શો  યોજવામાં આવી રહ્ના છે. સ્થળ ઉપર આખો દિવસ ટીકીટ બુકીંગ થઈ શકે છે. ઍ રીતે અોનલાઈન બુક માય શો પરથી પણ બુકીંગ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આવી સર્કસ પ્રસ્તુતિ વાપી પંથકમાં ઍક અનોખો અનુભવ પુરી પાડી રહી છે.