કલવાડાની સાર્વ. હાઇસ્કુલ અને પ્રા. શાળામાં વાર્ષિક રમોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ પ્રગતિ યુવક મંડળ સંચાલિત નવપ્રગતિ સાર્વ. હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા કલવાડાના સંયુક્ત ઉપક્રમે શાળાનો વાર્ષિક રમતોત્સવ હાઈસ્કૂલના પરિસરમાં ભવ્ય રીતે ઉજવવામા આવ્યો હતો . શાળાના આચાર્ય અનિલકુમાર પટેલે વિધાર્થીઓને જીવનમાં રમતનું મહત્ત્વ સમજાવી રમતની શરૂઆત કરાવી હતી. બંને શાળાના તમામ વિધાર્થીઓઍ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.દરેક રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો આપવામાં આવ્યા હતા. વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શાળાકક્ષાઍથી પ્રમાણપત્રો અને ઈનામો આપવાની જાહેરાત શાળાના આચાર્ય તરફથી કરવામાં આવી હતી. આ રમતોત્સવને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો કૈલાશબેન, કંચનબેન, નીપાબેન અને સેવક ભાઈ વગેરેનો સારો સહયોગ રહ્ના. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન શાળાના શિક્ષક અજીતસિંહ દેસાઇઍ કર્યું હતું.
