Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં આરઍસઍસનો ‘શતાબ્દી ઘોષ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો

ધરમપુરમાં આરઍસઍસનો ‘શતાબ્દી ઘોષ’ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૭ ઃ  મહાશિવરાત્રિના પાવન અવસરે ધરમપુર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઍસઍસ), વલસાડ જિલ્લા દ્વારા શતાબ્દી નિમિત્તે ઘોષ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ પંક્તિઓમાં સ્વયંસેવકો દ્વારા નગરના મુખ્ય માર્ગો પર સંચલન યોજાતા દેશભક્તિનો જુસ્સો છલકાયો હતો. માર્ગમાં વિવિધ સ્થળોઍ સ્થાનિક નાગરિકોઍ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સંચલન બાદ બરૂમાળ સ્થિત શ્રી ભાવભાવેશ્વર મંદિર ખાતે સ્વયંસેવકો દ્વારા ઘોષનું સ્થિર વાદન રજૂ કરવામાં આવ્યું અને જાહેર સભાનું આયોજન થયું. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુમેળ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં પ.પૂ. આચાર્ય મહામંડલેશ્વર શ્રી વિધાનંદજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા. સાથે લુહેરી શાળાના શિક્ષક દિલીપભાઈ વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્ના હતા. આ પ્રસંગે ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ મેહુલભાઈ વાણંદ, વિભાગ સંઘચાલક આનંદભાઈ પીનપુટકર, જિલ્લા કાર્યવાહ મહેશભાઈ પટેલ, સહ કાર્યવાહ ભરતભાઈ ગાલા સહિત ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લાના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રનિષ્ઠા, શિસ્ત અને સંકલ્પનો સંદેશ આપતો રહ્ના હતો.