પલસાણામાં રામેશ્વર મહાદેવ મંદિરે બે દિવસીય મેળો સંપન્ન
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બે દિવસીય મેળો ભરાયો હતો. જે મેળો મંગળવારે સંપન્ન થઈ ગયો છે. રાત્રિ દરમિયાન મેળામાં અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતાં. રાત્રી દરમિયાન મેળાનું સૌંદર્ય કેમેરામાં કેદ થયો હતો. અહીં પલસાણા ગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ભગવાન ભોળાનાથની શિવલિંગમાં સતત મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોઍ દર્શન કરી અભિષેક કર્યા હતાં. વિશાળ સંખ્યામાં ભક્તોની લાઈન મંદિરમાં લાગી હતી. મહાશિવરાત્રીના દિવસે રવિવારે ભક્તોની ભીડ લાગી હતી. જ્યારે સોમવારે ઍનાથી વધારે ભક્તોની ભીડ લાગી હતી. લગભગ ૧,૦૦,૦૦૦ કરતાં વધુ ભક્તો મેળામાં આવ્યા હતાં. રવિવાર સોમવાર અને મંગળવારે બપોર સુધી મેળો ચાલ્યો હતો અને મંગળવારે મેળો સંપન્ન થયો છે.
રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને ભીલાડવાળા બેંકના માજી ચેરમેન હર્ષદભાઈ દેસાઈઍ તમામ લોકોનો આભાર માન્યો હતો અને મેળામાં તેઓઍ સુંદર વ્યવસ્થા કરી હતી. જેથી કોઈને મેળામાં આગવડ પડી ન હતી. દૂર દૂરથી ગંગાજીની યાત્રામાં લોકો જોડાયા હતાં. ભગવાન શ્રીરામ સાથે સંલગ્ન ગંગાજી યાત્રા લાખો લોકોના શ્રદ્ધાનો કેન્દ્ર છે. જેથી આખા વર્ષ દરમિયાન લોકો યાત્રા મેળાની રાહ જોતા હોય છે અને વિશાળ સંખ્યામાં મેળામાં લોકો યાત્રા કરતા હોય છે. મેળામાં બ્રહ્માકુમારીસ પારડી દ્વારા બરફનો શિવલિંગ મૂકવામાં આવ્યો હતો. વ્યસનમુક્તિ સહિત અનેક સંદેશા લોકોને ભક્તિના માર્ગના આપવામાં આવ્યા હતાં. લોકોઍ લાખો રૂપિયા મેળામાં ખર્ચ કર્યા હતા શાંતિ રીતે યોજાયેલ મેળો સફળ રહ્ના હતો.
