Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી જીઆઇડીસીમાં ૧૩મો રકતદાન કેમ્પ યોજાયો

પારડી જીઆઇડીસીમાં ૧૩મો રકતદાન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડીના અગ્રણી સ્વ. જયંતભાઈ ચાંપાનેરીના જન્મદિન નિમિત્તે જીઆઇડીસી ખાતે ૧૩મોં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહીની અછતને પહોંચી વળવા તથા રક્તદાનઍ મહાદાનના સૂત્ર સાથે સ્વ. જયંતભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવા રક્તદાતાઓઍ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ૬૦થી વધુ રક્તની બોટલ ઍકત્ર કરવામાં આવી હતી. રક્તદાતાઓને ગિફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડીની ટીમે સેવા બજાવી હતી. આ કાર્યક્રમ ચેતન ચાંપાનેરી, અશોક ક્રિષ્નાની, અજયભાઈ, સંજય બારીયા વગેરે અગ્રણીઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.