બગવાડાની સાર્વજનિક હાઈ.માં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકાના શ્રી બગવાડા પરગણા જૈન ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.ઍચ. ઍન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલ બગવાડામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ વર્ષ ૨૦૨૫-૨૬માં સંસ્થાના ઇન્ચાર્જ પ્રમુખ ઉજેશભાઈ શાહ, મંત્રી દિનેશભાઈ શાહ, ઍડવૉકેટ સહમંત્રી ભાવિનભાઈ શાહ, ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ, મુખ્ય મહેમાનના સ્થાને જવાહરભાઈ શાહ અન્ય કમિટી સભ્યો અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્ના હતાં. મંચસ્થ મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાના આચાર્યઍ પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું અને પ્રસંગોચિત ઉદબોદન કર્યું હતું. શાળાની પ્રણાલી મુજબ પધારેલ મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ હેમંતભાઈના દીવંગત થવાથી સાંસ્કૃતિક કાર્યક્રમ રદ્દ કરી સાદગીપૂર્ણ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ઍમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક દર્પણભાઈ સોલંકી દ્વારા શાળામાં થતા કાર્યક્રમની ઝલક બતાવવામાં આવી હતી. ત્યારબાદ ઓપરેશન સિંદૂર અને સરદાર વલ્લભભાઈ પટેલ ૧૫૦મી જન્મજયંતી આ બે હસ્ત લિખિત અંકોનું વિમોચન કરવામાં આવ્યું હતુ.ં અને તૈયાર કરનાર વિદ્યાર્થીઓઍ ઍ અંક વિશે માહિતી પણ આપી હતી. ત્યારબાદ શાળામાં થતી પ્રવૃત્તિઓ, ક્લાસ ટોપર્સ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતાં. શાળાના મંત્રી દિનેશભાઈ શાહે અને મુખ્ય મહેમાન જવાહરભાઈ શાહે પ્રસંગોચિત ઉદબોદન કર્યું હતું. શાળાની શિક્ષિકા ચૈતાલીબેન ઠાકોરે આભાર વિધિ કરી અને અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગૌરાંગભાઈ ઠાકોર અને કાજલબેન પરમારે કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાનો સમગ્ર સ્ટાફ વહીવટી ભાઈ બહેનો અને સેવક ભાઈ-બહેનોનો સહયોગ રહ્ના હતો.
