ઉમરસાડી માછીવાડમાં બ્રહ્માકુમારીઝ દ્વારા પાંચ દિવસીય સ્વાસ્થ્ય શિબિરનો પ્રારંભ
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં સ્થિત સંસ્કૃતિક ભવન, શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત પાંચ દિવસીય સ્વાસ્થ્ય શિબિર ગ્ંફુક્ક ર્ીઁફુ પ્જ્ઞ્ઁફુ જ્જ્ઞ્દ્દ ર્ીઁફુ જ્જ્ઞ્ઁફૂનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે અહીં ઉમરસાડી માછીવાડ સ્થિત સંસ્કૃતિક ભવન, શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે બ્રહ્માકુમારી દ્વારા આયોજિત પાંચ દિવસીય સ્વાસ્થ્ય શિબિર ગ્ંફુક્ક ર્ીઁફુ પ્જ્ઞ્ઁફુ જ્જ્ઞ્દ્દ ર્ીઁફુ જ્જ્ઞ્ઁફૂનો ભવ્ય શુભારંભ થયો છે. તારીખ ૧૬ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરી સાંજે ૪ઃ૦૦થી ૫ઃ૩૦ સુધી આ શિબિર રહેશે. શિબિરનું ઉદ્દઘાટન ઉમરસાડી સરપંચ ખુશ્બુબેન ટંડેલ, માજી મહાજનના પ્રમુખ ક્રિષ્નાભાઈ, ગામના અગ્રણી નાનુભાઈ, લલિતાબેન અને બ્રહ્માકુમારી પારુંલદીદીદી અને મીનલબેને દીપ પ્રાગટ્ય દ્વારા કર્યું હતું. આ શિબિર દરમિયાન યોગ, ઍક્યુપ્રેશર તથા કુદરતી ઉપચાર દ્વારા સ્વસ્થ જીવન જીવવાની રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શિબિરમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી ૪૧ વર્ષથી યોગ તાલીમનો અનુભવ દ્વારા યોગાસન, પ્રાણાયામ, તાળી પાડીને રોગ ભગાડવાની પદ્ધતિ તેમજ ગીત-સંગીત સાથે આનંદમય વ્યાયામ કરાવવામાં આવ્યા હતાં. જેના કારણે ભાગ લેનારોઍ માનસિક શાંતિ તથા શારીરિક સ્ફૂર્તિનો અનુભવ કર્યો હતો. બ્રહ્માકુમારી પારુલબેને લોકોને વધુમાં વધુ આ નિઃશુલ્ક શિબિરનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. શિબિરમાં યોગાચાર્ય દુષ્યંત મોદીના ૯૩ વર્ષના તંદુરસ્ત માતૃ વિલાસબેન મોદી હાજર રહી લોકોને પ્રેરણા આપી હતી. શિબિરના સફળ આયોજન બદલ ગ્રામ પંચાયત, ઉમરસાડી માછીવાલા તથા શ્રીલક્ષ્મી નારાયણ મંદિરના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
