પારડી પાલિકા દ્વારા વેરા વસૂલાત તેજ કરી
- byDamanganga Times
- 18 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૭ ઃ પારડી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસ જ્યારે અડધો નીકળી ગયો હોય અને માર્ચ મહિનાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે વેરા વસુલાત સતત વધારી દેવામાં આવી છે. સાથે વેરાના ભરનારાઓને ચેતવણી પણ આપવામાં આવી છે. પારડી નગરપાલિકા દ્વારા પારડી વિસ્તારની જાહેર જનતાને જણાવવા માં આવ્યું છે કે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરી સુરતના પત્ર નં.પ્રાકન/વહટ-૨/પારડી/કરવેરામાં રિબેટ અને દંડ નિયમો/વશી-૨૭૫/૨૦૨૪ તા.૨૯/૦૫/૨૦૨૪થી વેરા વિભાગમાં મંજૂર થયેલ રિબેટ અને દંડના નિયમો મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન તા.૧૫/૦૨/૨૦૨૬ થી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી ક્રમશઃ ૭.૫૦ ટકાથી ૯ ટકા દંડ વસૂલ કરવામાં આવશે, અને પાછલી બાકી મિલ્કત ધારકો પાસે ૧૫ ટકા દંડ વસૂલ કરવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવી આમ ચેતવણી આપવામાં આવી છે પાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતનભાઇ ભંડારીઍ જણાવ્યું છે કે ૯૦ ટકા ઉપર વસૂલાત થાય ઍ માટેનો ટાર્ગેટ છે અને કર્મચારીઓ ઍ દિશામાં કામ કરી રહ્ના છે. તો લોકો સ્વયંભૂ આવીને પણ ભરી રહ્ના છે. પરંતુ અમુક લોકોના પાછલા વેરા વસૂલાત પણ બાકી છે. ત્યારે કર્મચારીઓ જનતા વચ્ચે જઈને હવે ડોર ટુ ડોર વસુલાત કરશે પાલિકાઍ આપેલ ચેતવણી ની અસર જનતા વચ્ચે શું રહેશે અને પાલિકા ના કર્મચારીઓ માર્ચ ઍન્ડ સુધી હાલમાં જ્યારે ૬૭ ટકા વસૂલાતમાં પહોંચ્યા છે. ત્યારે કેટલી વસુલાત કરી શકશે ઍજ કર્મચારીઓ હવે જોવાનું રહ્નાં છે.
