Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીમાં હાઈવે સર્વિસ રોડની રિપેરીંગ કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી

પારડીમાં હાઈવે સર્વિસ રોડની રિપેરીંગ કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૭ ઃ પારડી પંથકમાં આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ના રસ્તાઓ હજી પણ હાઇવે અોથોરિટી દ્વારા રીપેર કરવામાં આવી રહ્ના છે. ત્યારે પારડી મામલતદાર કચેરી પાસે સર્વિસ રોડનું કામ બાકી હોવાના કારણે રોડ સાંકડો લાગી રહ્ના છે. જેના લીધે દરરોજ લોકોને મામલતદાર કચેરીઍ અવરજવર માટે મુશ્કેલી સર્જાતી હોય છે અને નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. જેથી મામલતદાર કચેરી પાસે બાકી રહેલો સર્વીસ રોડનો રસ્તો હાઇવેથોરિટી દ્વારા બનાવવામાં આવે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. લોકોની સેફટી માટે બ્રિજ બનાવવામાં આવ્યું છે. જે ખરેખર ખૂબ જ સારી બાબત છે. ઍનાથી હાઇવે ક્રોસ કરવામાં લોકોને રાહત મળશે બ્રિજની જેમ બાકી પડેલ સર્વિસ રોડ પૂર્ણ કરવામાં આવે ઍ જનતાના હિતમાં અત્યંત જરૂરી છે. લોકોઍ રોંગ સાઈડ જવું પડે છે. જેનાથી અકસ્માત થવાની સંભાવના છે. હાઇવેમાં પારડી પંથકમાં સારા કામો થઈ રહ્ના છે. બીમાર બનેલા સર્વિસ રોડોને રીપેર કરી દેવામાં આવ્યા છે. જે ખરેખર બહુ સારી બાબત છે. હાઇવેવાળાને અભિનંદનના પાત્ર છે. હવે આ મામલતદાર કચેરી પાસે થોડો રસ્તો બાકી છે ઍ પૂર્ણ કરવામાં આવે અને લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે ઍ જનતાના હિતમાં જરૂરી બની ગયું છે.