Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આહવા-વ્યારા માર્ગ પર બે બાઈક સામસામે અથડતાં પાંચ યુવાનોને ઈજા

આહવા-વ્યારા માર્ગ પર બે બાઈક સામસામે અથડતાં પાંચ યુવાનોને ઈજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૧૬ ઃ ડાંગ જિલ્લામાં પવિત્ર શિવરાત્રીના પર્વની ઉજવણી વચ્ચે ઍક કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે.વ્યારા-આહવાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા ભાલખેત પાટિયા નજીક બે મોટરસાયકલો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કુલ પાંચ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે ભેંસકાતરી પાસે આવેલા સુપ્રસિદ્ધ માયાદેવી શિવ મંદિરના દર્શન કરી શ્રદ્ધાળુઓ પરત ફરી રહ્ના હતા. શિવરાત્રીના મેળા અને દર્શનના કારણે રસ્તાઓ પર ભીડ હતી, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી બે બાઇકો ઍકબીજા સાથે ધડાકાભેર અથડાતા તહેવારનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. અકસ્માતની વિગતો મુજબ, ઍક મોટરસાયકલ પર નડગખાદી ગામના બે યુવાનો સવાર હતા, જ્યારે તેની સામેથી આવી રહેલી બીજી મોટરસાયકલ પર રાવચોંડ ગામના ત્રણ યુવાનો સવાર હતા. બંને બાઇકોની ગતિ મર્યાદા બહાર હોવાને કારણે ભાલખેત પાટિયા પાસે ચાલકોઍ સંતુલન ગુમાવ્યું હતું અને બાઇકો સામસામે અથડાઈ હતી. આ ટક્કર ઍટલી જોરદાર હતી કે પાંચેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બે યુવાનોને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા છે, જ્યારે અન્ય ત્રણ યુવાનોને શરીરે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી છે.