વાપીમાં મ્યુલ ઍકાઉન્ટના કેસમાં બે આરોપીના જામીન નામંજુર
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃવાપીમાં મ્યુલ ઍકાઉન્ટના ગંભીર બે જેટલા ગુનાઓને લઈ ન્યાયાલયે કડક વલણ દાખવ્યું છે. વાપીના ઍડીશનલ સેશન્સ જજ ઍચ. ઍન. વકીલઍ મ્યુલ ઍકાઉન્ટના બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા આરોપી ઝૈદ ક્ સાનુ હનીફ શેખની રેગ્યુલર જામીન અરજી ના મંજૂર કરવાનો હુકમ કરાયો છે.
પ્રા વિગત મુજબ વાપી ટાઉન પોલીસ દ્વારા મ્યુલ ઍકાઉન્ટના બે ગંભીર ગુનાઓમાં આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસ પૂર્ણ કરી પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જેને લઇ આરોપીઍ વાપી કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જે અંગે આજે જામીન અરજીની સુનાવણી વાપીના ઍડિશનલ સેશન જજ ઍચઍન વકીલ ની કોર્ટમાં ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા રજૂ કરાયેલ દલીલોમાં મ્યુલ ઍકાઉન્ટના માધ્યમથી થયેલી નાણાકીય છેતરપિંડી, ગુનાની ગંભીરતા અને સમાજ પર પડતા દૂષણાત્મક પ્રભાવ પર ભાર મૂકાયો હતો. કોર્ટઍ આ તમામ દલીલોને ધ્યાનમાં લઈ આરોપી ના જામીન અરજી ના મંજૂર કરવાનો હુકમ કરાયો છે મ્યુલ ઍકાઉન્ટ જેવા ગુનાઓમાં આરોપીને વહેલી તકે મુક્ત કરવાથી તપાસ અને ન્યાયપ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ ચુકાદાને લઈ મ્યુંલ ઍકાઉન્ટ તેમજ સાઇબર ક્રાઇમ કરનાર આરોપીઓમાં પણ ભારે ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્ના છે.
