સોળસુંબા વેસ્ટમાં ટ્રાફિક અવરોધથી બસ સેવા પર અસર
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગ ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૬ ઃ સોલસુંબા વેસ્ટ વિસ્તારમાં બાલાજી સ્વીટ્સની સામે રોજબરોજ ટ્રાફિક જામ અને અવ્યવસ્થાના દૃશ્યો સામે આવી રહ્ના છે. રસ્તાની બન્ને બાજુ અસ્તવ્યસ્ત રીતે ઉભા રાખવામાં આવેલા વાહનો અને ગેરવ્યવસ્થિત ર્પાકિંગને કારણે માર્ગ વ્યવહાર ભારે પ્રભાવિત થઈ રહ્ના છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં સતત સર્જાતી ટ્રાફિક સમસ્યાને કારણે સામાન્ય વાહનચાલકો ઉપરાંત જાહેર પરિવહન સેવાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને નિયમિત અવરજવર કરતી ઞ્લ્ય્વ્ઘ્ બસોને અવરોધનો સામનો કરવો પડે છે, જેના કારણે સમયપાલન બગડે છે અને મુસાફરોને અસુવિધા ભોગવવી પડે છે.
જો આવી પરિસ્થિતિ યથાવત્ રહેશે, તો આવનાર સમયમાં બસ સેવા પર તેની સીધી અને ગંભીર અસર પડી શકે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓઍ સંબંધિત તંત્ર અને ટ્રાફિક વિભાગને વહેલી તકે યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે.
