Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

અરનાલાના જીવદયા પ્રેમીનું સર્પદંશથી મોત

અરનાલાના જીવદયા પ્રેમીનું સર્પદંશથી મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૧૬ઃ વલસાડ જિલ્લાનાં નાનાપોઢા (પારડી) તાલુકાના અરનાલા ગામમાં રહેતા જીવદયા પ્રેમી નિરવભાઈ ધીરુભાઈ પટેલના દુઃખદ અવસાનથી સમગ્ર વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. પ્રાણીઓ પ્રત્યે અદભૂત પ્રેમ અને માનવતા ભર્યું હૃદય ધરાવતા નિરવભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી ઝેરી સાપ, અજગર સહિતના જીવજંતુઓને પકડી સલામત સ્થળે છોડવાની સેવા નિઃસ્વાર્થ ભાવથી કરતા હતા.

મહાશિવરાત્રિની આગલી સાંજે તેમને બે અલગ-અલગ સ્થળેથી ઝેરી નાગ પકડવાના સંદેશા મળ્યા હતા અને તેમણે બંને નાગને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા હતા. પરંતુ બીજા દિવસે જ્યાં નાગ પકડાયો હતો ત્યાં તેની જોડી દેખાતા, તે પણ બચાવવાના ઉદ્દેશથી તેઓ ફરી ત્યાં પહોંચ્યા. દુર્ભાગ્યવશ આ દરમિયાન સાપે તેમને ડંખ માર્યો. તાત્કાલિક તેમને સારવાર માટે ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા અને ત્યાંની સાઈનાથ હોસ્પિટલ માં સારવાર શરૂ કરવામાં આવી, પરંતુ તમામ પ્રયત્નો છતાં ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના અવસાનથી પરિવારજનો ઉપરાંત સમગ્ર વિસ્તારને અપુરણિય નુકસાન થયું છે. આજે અરનાલા સહિત આસપાસના ગામોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને લોકો ઍક સાચા સેવાભાવી યુવાનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્ના છે.