Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આવધાના દળવીપાડામાં સામસામે બાઈક અથડાતાં બંને સવારોનું મોત

આવધાના દળવીપાડામાં સામસામે બાઈક અથડાતાં બંને સવારોનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૬ ઃ ધરમપુર તાલુકાના આવધા ગામે દળવીપાડા ફળીયા પાસે હનમતમાળથી ધરમપુર તરફ જતા માર્ગ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.

ભાવિનભાઇ કાળુભાઇ ચૌધરી (ઉ.વ. ૪૦), ધંધો ખેતી, રહે. માકડબન, પટેલ ફળીયું, ધરમપુર દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ તેમનો પુત્ર સૌરવભાઇ ભાવિનભાઇ ચૌધરી (ઉ.વ. ૧૮) પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (રજી.નં. ઞ્થ્-૧૫-ચ્ધ્-૬૫૦૪) લઈને જતા  સામે થી આવતી ડ્યુક મોટરસાઇકલ (રજી.નં. ઞ્થ્-૧૫-ઝ઼ધ્-૬૯૩૫)ના ચાલક નિકુંજભાઇ નજનભાઇ બારાત (ઉ.વ. ૨૧), રહે. બારતાડ, નાયકપાડા ફળીયા, તા. વાંસદા, દ્વારા પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડ પર વાહન હંકારી સામ સામે ટક્કર થઇ હતી   અકસ્માતના કારણે બંને મોટરસાઇકલ ચાલકો રોડ ઉપર પડી ગયા હતા. 

જેમાં સૌરવને જમણા પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જેનુ સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં પાછળ બેઠેલ આકાંક્ષા સંજયભાઇ પવારને કપાળમાં ઇજા પહોંચી હતી. 

તેમજ અંજનાબેન રસિકભાઇ વાઘેરાને હાથ અને પગમાં, આનંદ નરપતભાઇ તુમડાને મોંઢાના ભાગે તથા દિક્ષિત વિનોદભાઇ ગરાસીયાને કપાળ અને જમણા પગમાં ઇજાઓ પહોંચી હતી.ડ્યુક મોટરસાઇકલના ચાલક નિકુંજભાઇ બારાતને પણ જમણા હાથ, જમણા પગ, માથા અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ધરમપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.