વલસાડના ખડૂતોઍ બે કેબલ ચોરોને ઝડપી પોલીસને સોîપ્યા
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના ખેતરો અને ગ્રામ પંચાયતની મિલકતોમાં કેબલ ચોરી બાબતે વલસાડ રૂરલ પોલીસ ને રજુઆત કર્યા બાદ ખેતરમાં વાયર ચોરી કરવા આવેલા બે ચોરોને ખેડૂતોઍ ઝડપી પાડી પોલીસને સોપ્યા હતા.
વલસાડ તાલુકાના કેટલા ગામોમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેતરમાં મૂકવામાં આવેલી સબમર્સીબલ બોરિંગ કે ખેતરને લાગતા ઓજારો ઈલેક્ટ્રીક વાયરોની ચોરી થવાની ફરિયાદ અવારનવાર થતી હોય છે આ ચોટાઓને પકડવા માટે ખેડૂતોઍ વલસાડ રૂરલ પોલીસ મથકમાં અરજી પણ આપી હોવા તેમ છતાં આ ખેતરમાંથી ચોરી કરનારા ચોરોને પકડવામાં વલસાડ રૂરલ પોલીસના સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે ગઈકાલે સાંજે વલસાડમાં કેવાડા ગામના ખેડૂત હર્ષ મહેશભાઈ પટેલ (ઉ.વ. ૩૦) અને તેમના મિત્રો અંકુરભાઈ પટેલ, રાજનભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ તથા મિતેશભાઈ પટેલ નાઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પોતાની વાડીઍમાં હોય જે દરમિયાન પાલણ ગામના પહાડીયા તળાવ પાસે આવેલી ધનસુખભાઈની પડતર જમીનમાં થી ધુમાડો અને વાયર બળવાની વાસ આવતા કે ત્યાં દોડી જોયું તો બેસમો મોટરના કેબલ વાયર સળગાવતા જોવા મળતા જાગૃત ખેડૂતોઍ પરીમલભાઈ ધનસુખભાઈ બોડીયા પટેલ (રહે. પાલણ ગામ, અંબામાતા મંદિર પાસે, વલસાડ) ૨. સંદિપકુમાર હિતેન્દ્રભાઈ સોલંકી (રહે. પાલણ ફાટક, ગોરવાડા, વલસાડ) બંને ની પકડી લીધા હતા. તેઓની પાસેથી બાઈક નંબર જીજે ૧૫ / ઈ ઍલ /૯૬૦૩ ઉપર ચોરીનો મુદ્દામાલ લઈ જવા માટે લાવ્યા હતા આ બંને કિસ્સોમાં પાસેથી બળેલો કેબલ વાયર ત્રણ કિલો મળી આવ્યો હતો. પકડાયેલા બંને આરોપીઓઍ હર્ષ મહેશ પટેલ, હર્ષદ હીરા પટેલ, ભરત પ્રભુ પટેલ દિપક હરી પટેલ ના ખેતર માટે મોટર કેબલ વાયર સ્ટાટર સહિતની ચોરીઓ કરી હતી. બાજુમાં આવેલા ખજુરડી ગામે પણ ચોરી થઈ હતી. જે અંગે હર્ષ મહેશભાઈ પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
