બિલમાળ ડુંગર પર શ્રી નાગ જયોતિલિંગ મહાદેવ મંદિરે ભકતોનો મેળાવડો જામ્યો
- byDamanganga Times
- 17 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૬ ઃ દક્ષિણ ગુજરાતનાં પર્વતીય અને વનવિસ્તારથી ઘેરાયેલા ડાંગ જિલ્લોમાં મહાશિવરાત્રીનો પાવન પર્વ ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. ડાંગ જિલ્લાનાં બિલમાળ ડુંગર પર સ્થિત પ્રસિદ્ધ નાગ જ્યોર્તિલિંગ મહાદેવ મંદિર ખાતે હજારો ભક્તોઍ દર્શનનો લાભ લીધો હતો.મહાશિવરાત્રીના અવસરે જંગલની વચ્ચે આવેલા બિલમાળ ધામ ખાતે ચમત્કારિક અનુભવો માટે પ્રસિદ્ધ અનેકરૂપી સ્વામીનો દરબાર ભરાયો હતો. આ વિશ્વાસને કારણે મંદિરના ભક્તોની સંખ્યા માત્ર ગુજરાત સુધી સીમિત ન રહી, પરંતુ પાડોશી રાજ્યોમાં પણ વિશાળ પ્રમાણમાં ફેલાઈ છે.દર વર્ષે મહાશિવરાત્રીના પાવન દિવસે અનેકરૂપી સ્વામીના આશીર્વાદ લેવા તેમના ભક્તો અચૂક અહીં પહોંચે છે. આ વર્ષે પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવણી સંપન્ન થઈ હતી, જેમાં સ્થાનિક તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓનો સહયોગ નોંધપાત્ર રહ્ના હતો.
